રાજસ્થાની પાપડ ચુરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#KRC
#cookpadgujarati
#cookpadindia
#cookpad
પાપડ ચુરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 5-6 નંગશેકેલા અડદના પાપડ
  2. 1 Tbspઘી
  3. 1/4 કપસમારેલા ટામેટાં
  4. 1/4સમારેલી ડુંગળી
  5. 3 Tbspસમારેલી કોથમીર
  6. 1 Tbspસમારેલા લીલા મરચા
  7. 1 Tspશેકેલા જીરું નો પાઉડર
  8. 1 Tspચાટ મસાલો
  9. 1/2 Tspસંચળ પાઉડર
  10. 1 Tbspલાલ મરચું પાઉડર
  11. 1 Tspલીંબુનો રસ
  12. 1/4 કપબેસન સેવ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પાપડ શેકી હાથથી તેનો ચૂરો કરી તેમાં ઘી ઉમેરો.

  2. 2

    તેમાં સમારેલા ટામેટાં, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણા ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં શેકેલ જીરું પાઉડર, ચાટ મસાલો અને સંચળ પાઉડર ઉમેરો.

  4. 4

    લાલ મરચું પાઉડર, લીંબુનો રસ અને બેસન સેવ ઉમેરો.

  5. 5

    બધું બરાબર રીતે મિક્સ કરી લો જેથી રાજસ્થાની પાપડ ચુરી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  6. 6
  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes