સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TR
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
પુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે

સાત્વિક તિરંગા પુલાવ (Satvik Tiranga Pulao Recipe In Gujarati)

#TR
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
પુલાવ એક એવી રેસિપી છે જે બધા ના ઘરે બનતા જ હોઈ છે અને બધા ને ભાવે પણ છે આજે આઝાદી ના 75 માં અમૃત મહોત્સવ સ્વતંત્ર દિવસ ને ઉજવવા માટે મે સાત્વિક તિરંગા પુલાવ બનાવિયો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 2બાઉલ બાસમતી ચોખા
  2. 2 ચમચીઘી
  3. સ્વાદ અનુસારમીઠું
  4. * કેસરી પુલાવ માટે.......
  5. 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  6. 1 ચમચીઘી
  7. 1/2 ચમચીજીરૂ
  8. 1 નંગટામેટું
  9. 1/2 નંગ ગાજર ના લાબા ટુકડા
  10. 1/2 નંગ છીણેલું ગાજર
  11. 1લીલું મરચું
  12. 1ચપટી કેસરી કલર
  13. 1 ચમચીપુલાવ મસાલો
  14. સ્વાદ અનુસારમીઠું
  15. *સફેદ પુલાવ માટે.........
  16. 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  17. 1 ચમચીઘી
  18. 1 ચમચીજીરૂ
  19. 1બાફેલો બટાકો
  20. 30 ગ્રામપનીર
  21. સ્વાદ અનુસારમીઠું
  22. *લીલા પુલાવ માટે........
  23. 1બાઉલ સિમ્પલ ભાત (રાઈસ)
  24. 1 ચમચીઘી
  25. 1 ચમચીજીરૂ
  26. 2 ચમચીબાફેલા વટાણા
  27. 1પિંચ લીલો કલર
  28. 1 ચમચીધાણા ફુદીના ની ચટણી
  29. 1 ચમચીપુલાવ મસાલો
  30. સ્વાદ અનુસારમીઠું
  31. *સજાવટ માટે........…..
  32. 4 ચમચીછીણેલું ગાજર
  33. 4 ચમચીછીણેલું પનીર
  34. 2 ચમચીલીલા ધાણા
  35. 1ચક્રી ફૂલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને બરાબર ધોઈ 15 મિનિટ પલાળી રાખવા ત્યાર બાદ કૂકર મા ચોખા,પાણી,ઘી,અને મીઠું ઉમેરી 2 સીટી વગાડી ગેસ બંધ કરી દેવો આપડા સાદા ભાત રેડી થઈ ગયા છે

  2. 2

    હવે કેસરી પુલાવ માટે એક કડાઈ માં ઘી ગરમ કરવું તેમાં જીરૂ ઉમેરો ત્યાર બાદ ટામેટા ઉમેરી સાતાડવું પછી તેમાં લાંબા કાપેલા ગાજર ઉમેરી 2 મિનિટ થવા દો હવે કેસરી કલર મા થોડું પાણી ઉમેરી મિક્સ કરી કડાઈ મા ઉમેરવું અને ગાજર સાથે મિક્સ કરવું

  3. 3

    હવે તેમાં 1 બાઉલ સાદા ભાત અને મીઠું ઉમેરી મિક્સ કરવું પછી તેમાં પુલાવ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવું હવે આપડો કેસરી પુલાવ રેડી થઈ ગયો

  4. 4

    હવે સફેદ પુલાવ માટે એક કડાઈ મા ઘી ગરમ કરવું પછી તેમાં જીરૂ ઉમેરો હવે સાદા ભાત ઉમેરી બાફેલા બટાકો ઉમેરવો અને બરાબર મિક્સ કરવું આપડો સફેદ પુલાવ રેડી થઈ ગયો

  5. 5

    હવે લીલા પુલાવ માટે એક કડાઈ મા ઘી ગરમ કરવું તેમાં જીરૂ ઉમેરો હવે બાફેલા વટાણા ઉમેરો અને મિક્સ કરો હવે તેમાં લીલો ફૂડ કલર લો અને પાણી મા મિક્સ કરી પછી વટાણા મા ઉમેરો હવે સાદા ભાત ઉમેરી મિક્સ કરો

  6. 6

    હવે તેમાં ધાણા ફુદીના ની ચટણી ઉમેરી મિક્સ કરવું હવે મીઠું અને પુલાવ મસાલો ઉમેરવો

  7. 7

    હવે બરાબર મિક્સ કરી લો આપડો લીલો પુલાવ રેડી થઈ ગયો હવે એક પ્લેટ મા સૌ પ્રથમ કેસરી પુલાવ પછી સફેદ પુલાવ પછી લીલો પુલાવ ઉમેરો ફોટો મા બતાવ્યું છે એ રીતે હવે કેસરી પુલાવ ઉપર છીણેલું ગાજર પાથરો

  8. 8

    એવી જ રીતે સફેદ પુલાવ ઉપર છીણેલું પનીર પાથરો અને લીલા પુલાવ ઉપર લીલા ધાણા ભભરાવો હવે સફેદ પુલાવ ઉપર વચ્ચે ચક્રી ફૂલ મૂકો

  9. 9

    હવે ગરમ ગરમ સાત્વિક તિરંગા પુલાવ ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal shah
hetal shah @cook_26077458
પર
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

Similar Recipes