તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#TR
ત્રિરંગી રેસીપી
આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧૨ લાડુ
  1. ૧૨૫ ગ્રામ સૂકા નારિયેળ નું ખમણ
  2. ૧/૨ કપદૂધ
  3. ૧/૨ કપતાજી મલાઈ
  4. ૧/૨ કપમિલ્ક પાઉડર
  5. ૩/૪ કપ દળેલી સાકર
  6. ૧ મોટી ચમચીઘી
  7. ૧/૨ નાની ચમચીઇલાયચી પાઉડર
  8. ૧/૨ નાની ચમચીજાયફળ પાઉડર
  9. ૧ ચપટીલીલો ફૂડ કલર
  10. ૧ ચપટીઓરેન્જ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળી કડાઈ માં નારિયેળ, દૂધ, મલાઈ, મિલ્ક પાઉડર, સાકર અને ઘી બધું મિક્સ કરી, ધીમા તાપે ૧૦ મિનિટ સતત ચલાવતા શેકી લો.

  2. 2

    હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઇલાયચી અને જાયફળ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે મિશ્રણ નાં ૩ ભાગ કરો. એક ભાગ માં ઓરેન્જ કલર ઉમેરી બરાબર મિક્સ કરી લો. બીજા માં ગ્રીન કલર ઉમેરી મિક્સ કરી લો.ત્રીજો ભાગ વ્હાઇટ રાખો.

  4. 4

    હવે દરેક મિશ્રણ નાં ચાર ચાર લાડુ બનાવી લો, સૂકા નારિયેળ નાં બુરા માં લાડુ ફેરવી લો. નારિયેળ ઉપર ચોંટી જશે. હવે 1/2 કલાક ફ્રીઝ માં મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes