ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#GA4
#Week22
#Chila
# Post2
આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે.

ચોખા ના લોટ ના ચીલા (Rice Flour Chila Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week22
#Chila
# Post2
આ ચીલા બનાવવા મા સહેલા છે અને ફટાફટ બની જાય છે. આ ચીલા મારી દીકરી અને તેની બધી ફ્રેન્ડ્સ ને બહુ જ ભાવે છે. તે આ ટિફિન મા પણ લઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપચોખા નો લોટ
  2. ૧/૪ કપલીલી ડુંગળી ઝીણી સમારેલી
  3. ૧/૪ કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  4. ૧/૪ કપકોથમીર બારીક સમારેલી
  5. લીલા મરચાં ઝીણાં સમારેલાં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧-૧ (૧/૨ કપ) પાણી
  8. જરૂર મુજબતેલ ચોડવવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ એક બાઉલ માં ચોખા નો લોટ લો.બધા વેજીટેબલ ને જીણા સમારી લો.

  2. 2

    હવે જે બાઉલ માં ચોખા નો લોટ લીધો છે તેમાં વેજીટેબલ ઉમેરો.સ્વાદ મુજબ મીઠું ઉમેરો.હવે તેમાં પાણી નાખી ને પાતળું ખીરું તૈયાર કરો.આ ખીરું પાતળું જ રાખવું. જો જાડું હશે તો તે પથરાશે નહિ.

  3. 3

    હવે એક નોન સ્ટીક લોઢી લો. તેને ગરમ કરી લો. ત્યાર બાદ ખીરા ને હલાવી ને ચમચા ની મદદ થી રેડો.તેને ચમચા થી સ્પ્રેડ કરવું નહિ. તેની જાતે જ સ્પ્રેડ થવા દેવું. એટલે જ ખીરું પાતળું રાખવું જેથી તેની જાતે સ્પ્રેડ થઈ જાય.તેને ચમચા થી પાથરશો તો તે ચમચા ને ચોંટી જશે.

  4. 4

    હવે તેને મીડીયમ ફ્લેમ પર થવા દેવું.તેને પલટાવવા ની ઉતાવળ ન કરવી.નહિતર તે ટુટી જશે અને આખા ચીલા નહિ બને.આ ચીલા નાના જ બને છે બહુ મોટા નહિ બને.

  5. 5

    હવે બને બાજુ ચડવા દેવું. તે ચડી જાઈ એટલે તેને સર્વિં ગ પ્લેટ મા લઈ ને ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.

  6. 6

    તો તૈયાર છે ચોખા ના લોટ ના ચીલા. ટેસ્ટી અને ફટાફટ બની જતા એવા ચોખા ના લોટ ના ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes