ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ નાની વાટકીસાબુદાણા
  2. ૫૦ ગ્રામ સામો
  3. ચમચો દહીં
  4. ચપટીસાજી
  5. ૧ ચમચીલીંબુ નો રસ
  6. ચમચો તેલ
  7. ૧ ચમચીજીરૂ
  8. ડાળખી મીઠો લીમડો
  9. ૧ નંગલીલું મરચું
  10. થોડાક કોથમીર
  11. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ૬ કલાક પલાળી રાખવા અને સામાં ને ૧ કલાક પલાળી રાખવો...ત્યાર બાદ બને માંથી પાણી નિતારી ને મિક્સર માં સાબુદાણા,સામો,દહીં અને મીઠું નાખી ક્રશ કરી બેટર તૈયાર કરવું...

  2. 2

    ત્યાર બાદ સાજી નાખી તરત જ તેની ઉપર લીંબુ નો રસ નાખી એકદમ હલાવી નાખવું...ત્યાર બાદ નાની વાટકી માં તેલ લગાવી 1/2વાટકી બેટર ભરી દેવું...ત્યાર બાદ એક મોટા લોયા માં પાણી નાખી, કાઠો મૂકી તેની ઉપર ચારણી મૂકી ને એમાં બધી વાટકી મૂકી દેવી અને ઢાંકી દેવું...

  3. 3

    તે દરમ્યાન માં એક વાટકા માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરૂ,લીમડો,ઝીણા સમારેલા લીલાં મરચા નાખી વઘાર કરવો..આમ ૨૦/૨૫ મિનિટ ઢોકળા તૈયાર થઈ જશે...વાટકી માંથી ઢોકળા કાઢીને તેના ઉપર જે વઘાર કરેલ છે તે રેડી ને સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes