કાળા ચણા ચાટ (Black Chana Chaat Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. બાઉલ કાળા ચણા
  2. ૧ નંગમોટો બટેટો
  3. ૧ નંગડુંગળી
  4. ૧ નંગનાનું ટમેટું
  5. ૧/૨ નંગ કાકડી
  6. ૧ નંગલીલું મરચું
  7. નાનો ટુકડો આદુ
  8. ૧ નંગમીડીયમ દાડમ
  9. ચમચો તેલ
  10. ૧ નંગતમાલપત્ર
  11. ૩ નંગલવિંગ
  12. ૪ નંગઆખા મરી
  13. ૧ ચમચીજીરૂ
  14. ૧ ચમચીકાશ્મીરી મરચા પાઉડર
  15. 1/2 ચમચી હળદર
  16. 1/2 ચમચી ધણાજીરૂ
  17. ૧ ચમચીકસુરી મેથી
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 1/2 ચમચી હિંગ
  20. 1/2 ચમચી ચાટ મસાલો
  21. ચપટીસંચળ
  22. 1/2 લીંબુ
  23. થોડાક કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને આખી રાત પલાડી બીજે દિવસે સવારે કુકર મા નાખી સિટી વગાડી બાફી લેવા...ત્યાર બાદ બટાકા ને બાફી લેવા...ત્યાર બાદ બટાકા,ડુંગળી, ટામેટા,કાકડી,લીલું મરચું ને ઝીણા સમારી લેવા...દાડમ ના દાણા ફોલી લેવા..ત્યાર બાદ જીરૂ સેકીને તેનો પાઉડર કરી લેવો...

  2. 2

    ચણા બફાઈ ગયા બાદ એક લોયા માં તેલ મૂકી બધા મસાલા નાખી વઘાર કરવો...આદુ પણ નાખી દેવું...ત્યાર બાદ બાફેલા ચણા પાણી સહિત નાખવા...થોડું મીઠું નાખી ઉકાળવા દેવું...થોડા લચકા જેવા રાખવા...ઉકળતા હોઈ ત્યારે તેમાં કસૂરી મેથી પાઉડર નાખી દેવો...

  3. 3

    ત્યાર બાદ એક બાઉલ માં ચણા નાખી તેમાં સમારેલા બાફેલા બટાકા,ડુંગળી, ટામેટા, કાકડી,દાડમ નાખવા...ત્યાર બાદ તેમાં મીઠું,સંચળ,જીરૂ નાખી બરાબર બધું મિક્સ કરી લેવું....થોડાક કોથમીર સમારીને નાખવા અને લીંબુ પણ નાખવું...આમ આ કાળા ચણા ચાટ ગરમ ગરમ પણ સર્વ કરી શકાય અને ચણા ઠરી જાય પછી પણ બધું મિક્સ કરીને સર્વ કરી શકાય...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes