ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)

Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦:૦૦
૫ લોકો માટે
  1. ૧ વાટકીલાલચણા
  2. ૧ નંગ કાકડી
  3. ૧ નંગ ટામેટાં
  4. ૧ નંગ ડુંગળી
  5. કોથમીર
  6. 2 નંગ બાફેલા બટાકા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/2 ચમચી સંચળ પાઉડર
  9. 1/2 ચમચી ચાટ મસાલો
  10. 1 નંગ લીંબુનો રસ
  11. લીલા મરચાના કટકા અને આદુ ખમણેલું
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીમરચું
  14. 1/2 ચમચીધાણાજીરું
  15. 1 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦:૦૦
  1. 1

    સૌપ્રથમ ચણાને ગરમ પાણીમાં પલાળી રાખો. ચાર પાંચ કલાક પલાળી રાખો. કુકરમાં પાંચથી છ સીટી કરી તેને ચારણીમાં ઠંડા પાડો.

  2. 2

    મસાલા માટે એક વાટકીમાં હળદર મરચું, ધાણાજીરું, ચાટ મસાલો નાખી મિક્સ કરો. થોડુંક પાણી નાખી હલાવો. ત્યારબાદ બધા શાક ધોઈને ઝીણા ઝીણા કટ કરો.

  3. 3

    કાકડી ટામેટાં ડુંગળી બટાકા અને સુધારેલી કોથમીર આ બધું એક બાઉલમાં ભેગું કરો.

  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી જીરું અને હિંગ નાખો. ત્યારબાદ તેમાં આદુ ખમણો. અને તેમાં જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે નાખતા જાઓ. થોડીવાર સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેમાં બાફેલા ચણા નાખી સતત હલાવતા રહો. ત્યારબાદ ચણાને થોડીવાર ઠંડા થવા દો.

  6. 6

    ત્યારબાદ કટ કરેલા શાકમાં બાફેલા ચણા નાખતા જાવ. તેને સતત હલાવતા રહો. ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર અને લીંબુનો રસ નાખી હલાવો.

  7. 7

    તો રેડી છે બધાના મનપસંદ એવી ચણા ચાટ. જેમાં બધા વેજીટેબલ છે એટલે ખૂબ હેલ્ધી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha dhanesha
Neha dhanesha @Neha_Dhanesha
પર

ટિપ્પણીઓ

Similar Recipes