પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)

Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
India
શેર કરો

ઘટકો

  1. પનીર ટિક્કા મેરીનેટ માટે સામગ્રી
  2. ૨૫૦ ગ્રામ પનીર
  3. ૨ ટી સ્પૂનદહીં (પાણી વગર નું)
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  7. ૧ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  8. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  9. ૧ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  10. સંચળ પાઉડર જરૂર મુજબ
  11. રોસ્ટેડ ચણા પાઉડર અથવા (ચણા ના લોટ ને શેકી લેવો)
  12. ગ્રેવી માટે સામગ્રી
  13. ૪-૫ ટામેટાં
  14. ૨-૩ ડુંગળી
  15. ધાણા ની દાંડી
  16. ૨-૩ ટી સ્પૂન કાજુ / મગફળી ના દાણા
  17. ૨ ટુકડાતજ
  18. ૪-૫ લવિંગ
  19. તેજ પત્તા
  20. મોટી ઈલાયચી
  21. ૬-૭ લસણ ની કળી
  22. નાનો ટુકડો આદુ
  23. લીલા મરચાં
  24. ૧ ટી સ્પૂનતેલ
  25. વઘાર માટે સામગ્રી
  26. ૫-૬ ટી સ્પૂન તેલ
  27. ૧ ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  28. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  29. ડુંગળી ઝીણી સમારેલી
  30. ૧ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  31. ૨-૩ ટી સ્પૂન બટર
  32. ૧/૨ ટી સ્પૂનમધ
  33. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ટામેટાં ના મોટા ટુકડા કરી લો અને ડુંગળી ને પણ મોટા ટુકડા કરી લો અને તેમાં લીલા મરચાં અને આદુ ના ટુકડા કરી લો લવિંગ, મોટી ઈલાયચી, તેજપત્તા, લસણ ની કળી, ધાણા ની દાંડી, કાજુ, તજ આ બધા ને એક મોટા વાસણમાં તેલ અને પાણી ઉમેરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી શેકી લો અને પછી તેને ઠંડુ થાય એટલે તેને મિક્સર માં પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એક બાઉલમાં હલકું ગરમ તેલ લો અને તેમાં લાલ મરચું પાઉડર અને હળદર ઉમેરી મિક્સ કરો અને તેમાં ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર, સંચળ પાઉડર અને કસૂરી મેથી અને દહીં ઉમેરી મિક્સ કરો અને રોસ્ટેડ ચણા પાઉડર ઉમેરી મિક્સ કરો અને તેમાં પનીર ઉમેરી બરાબર મિક્સ કરો હવે ગેસ પર તવો અથવા પેન ગરમ કરી તેમાં તેલ મૂકી મેરિનેટ કરેલા પનીર ને બધી બાજુ પલટાવી ને શેકી લો

  3. 3

    હવે કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ચટકવા દો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો અને તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો અને તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો સાંતળી લો અને તેમાં ગ્રેવી ઉમેરી તેને થવા દો અને ગ્રેવી થાય એટલે તેમાં બટર નાખો અને તેમાં મધ નાખો અને તેને બરાબર મિક્સ કરો અને તેમાં પનીર ટિક્કા ઉમેરી ૫ મિનિટ સુધી ઢાંકી ને થવા દો અને પછી ગેસ બંધ કરી લો

  4. 4

    પંજાબી સ્ટાઇલ સ્વાદિષ્ટ પનીર ટિક્કા મખની તૈયાર છે તેને નાન, પરાઠા કે રોટલી સાથે ગરમા ગરમ પીરસો પનીર ટિક્કા મખની ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Solanki
Harsha Solanki @cook_harshasolanki
પર
India
I love cooking cooking my passion 🍴🔪❤️
વધુ વાંચો

Similar Recipes