કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#30mins
#Cooksnap Theme of the Week
લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય.

કઢી પકોડા (Kadhi Pakora Recipe In Gujarati)

#30mins
#Cooksnap Theme of the Week
લંચ કે ડિનર મા હલ્કા ભોજન માટે એક સારો વિકલ્પ. અચાનક કોઈ મહેમાન આવે તો ઝટપટ 1/2 કલાક માં એક સાઇડ કઢી અને બીજી સાઈડ ભાત બનાવી લેવાય. સાથે લછછા પ્યાજ અને પાપડ સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  1. કઢી****
  2. ૨ કપખાટું દહીં
  3. ૧ લીટર પાણી
  4. ૧/૪ કપ બેસન
  5. ૩ ટી સ્પૂનમીઠું
  6. ૧/૨ ટી સ્પૂન હળદર
  7. ૫-૬ લીમડા ના પાન
  8. ૧ ટેબલ સ્પૂનવાટેલું આદુ
  9. ૧/૨ ટેબલ સ્પૂન વાટેલાં લીલાં મરચા
  10. પકોડા****
  11. મોટો કાંદો ઝીણો સમારેલો
  12. લીલુ મરચુ અને ૧" આદુ ઝીણું સમારેલું
  13. ૧ ટી સ્પૂનમીઠું
  14. ૧ ટી સ્પૂન કસુરી મેથી
  15. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  16. ૧/૪ કપબેસન
  17. નાની ચપટી સોડા
  18. તળવા માટે તેલ
  19. વઘાર****
  20. ૨ ટેબલ સ્પૂનતેલ
  21. ૧ ટી સ્પૂનરાઈ
  22. ૧ ટી સ્પૂન જીરૂ
  23. ૧ ટી સ્પૂન આખા ધાણા
  24. ૧ ટી સ્પૂનમેથી
  25. સૂકા લાલ મરચા
  26. ૧/૨ ટી સ્પૂનહિંગ
  27. ૧/૨ ટી સ્પૂન લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દહીં માં બેસન ઉમેરી બરાબર મિક્સ કરી લો. ૧ લીટર પાણી અને કઢી માટે ની બાકી ની સામગ્રી ઉમેરી કઢી તેજ આંચ પર લગાતાર ચલાવતા ઉકળવા મુકો. કઢી માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી કઢી ને ઉકળવા દો.

  2. 2

    બીજી તરફ પકોડા ની બધી સામગ્રી મિક્સ કરી, સોડા અને થોડું પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તેલ ગરમ કરવા મૂકો.

  3. 3

    ગરમ તેલ માં તેજ આંચ પર કાચા પાકા પકોડા તળી લો. થોડા ઠંડા થાય એટલે વાટકી થી હળવા હાથે દબાવી, ચપટા કરી, મધ્યમ તાપે ફરીથી બ્રાઉન તળી લો.

  4. 4

    હવે ઉકળતી કઢી માં પકોડા ઉમેરો. વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો. વઘાર ની સામગ્રી ઉમેરી, બધું બરાબર તતડે એટલે લાલ મરચું અને હિંગ ઉમેરી તરત વઘાર ને કઢી ઉપર રેડી મિક્સ કરી લો. હવે કઢી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes