મમરા ની ટીકી (Mamara Tikki Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપમમરા
  2. 2 ચમચીબેસન
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  5. 1 નંગઝીણા સમારેલું મરચું
  6. 1 ચમચીઆદુ લસણ અને મરચાની પેસ્ટ
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. 1 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/4 કપ દહીં
  11. 1 ચમચીસફેદ તલ
  12. 1 ચમચીખાંડ
  13. જરૂરિયાત મુજબ કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મમરાને બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ લ્યો.

  2. 2

    હવે ધોયેલા મમરા ની એક બાઉલમાં લઈ તેમાં ડુંગળી, બેસન,ચોખાનો લોટ,આદુ,,મરચા અને લસણની પેસ્ટ,ઝીણા સમારેલા મરચા,દહીં, જરૂરિયાત મુજબ મીઠું,તલ,ખાંડ અને સુકા મસાલા આમ બધી જ સામગ્રી તેમાં ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ તૈયાર કરેલ મિશ્રણમાંથી મનગમતા આકારની ટીકી તૈયાર કરો. ટીકી તૈયાર થઈ જાય એટલે ગરમ તેલમાં નાખી અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો.

  4. 4

    હવે આ તરેલ ટિકિને એક બાઉલમાં કાઢી અને તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. જો તમને તળેલું ન ખાવું હોય તો આ ટીક્કીને સેલો ફ્રાય પણ કરી શકાય છે.

  5. 5

    તો તૈયાર છે મમરા ની ચટાકેદાર ટીકી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook172
પર

Similar Recipes