દોથા પૂરી (Dotha Puri Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#DTR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
અમારા ઘરમાં દોથા પૂરી મારા દાદીમાના વખતથી દિવાળીના સમયમાં પરંપરાગત રીતે બનતી આવતી વાનગી છે. આ દોથા પૂરી એટલી બધી સ્વાદિષ્ટ બને છે કે અમારા ઘરની દરેક વ્યક્તિને વર્ષોથી આ ફરસાણ ખૂબ જ ભાવે છે. આ દોથા પૂરી ઉપરથી એકદમ ક્રિસ્પી અને કડક જયારે અંદરથી એકદમ માખણ જેવી મુલાયમ બને છે. આ ક્રિસ્પી અને પોચી એવી ગોથા પૂરી ઘરે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી બની જાય છે. આ દોથા પુરીને 15 થી 20 દિવસ સુધી ઇઝીલી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
12-15 પુરી
  1. 1 કપમેંદાનો લોટ
  2. 2 Tbspરવો
  3. 1 Tspઅજમો
  4. 1 Tbspમરી
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 3 Tbspઘી મોણ માટે
  7. લોટ બાંધવા માટે જરૂરિયાત મુજબ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક મોટા બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં રવો ઉમેરો.

  2. 2

    હાથથી મસળેલો અજમો અને થોડા ખાંડેલા મરી ઉમેરો.

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું અને મોણ માટેનું ઘી ઉમેરો.

  4. 4

    બધું બરાબર રીતે મિક્સ કરો. લોટને મુઠ્ઠીમાં દબાવીએ અને મુઠીયા વડે તેટલું મોણ લોટમાં હોવું જોઈએ. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો. આ લોટને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપો.

  5. 5

    લોટને ફરીવાર સરસ રીતે કુણવી તેના લુવા બનાવી મનગમતી સાઇઝની મીડીયમ થીક પૂરી વણી લેવાની છે.

  6. 6

    એક કડાઈમાં તળવા માટેનું તેલ ગરમ મૂકી તેમાં આ તૈયાર કરેલી પુરીને મીડીયમ ટુ લો ફ્લેમ પર તળી લેવાની છે.

  7. 7

    જેથી બહારથી ક્રિસ્પી અને અંદરથી મુલાય માખણ જેવી સોફ્ટ દોથા પૂરી સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes