ચકરી (Chakri Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

છપ્પન ભોગ ચેલેન્જ
Week 4
#CB4 ચકરી
દિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે.

ચકરી (Chakri Recipe In Gujarati)

છપ્પન ભોગ ચેલેન્જ
Week 4
#CB4 ચકરી
દિવાળી નાસ્તા મા લગભગ બધા ના ઘરમાં ચકરી તો બનતી જ હોય છે નાના મોટા સૌ ને ચકરી તો ભાવે જ. ચા સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૩ વાટકીચોખા નો લોટ
  2. ૧ વાટકીમેંદો
  3. ૨૫૦ ગ્રામ બટર / મારજરીન
  4. ૨ ચમચીમીઠું
  5. ૫/૬ ચમચી ખાંડ
  6. ૩/૪ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  7. ૧ કપદહીં અથવા અડધી ટીસ્પૂન લીંબુ🍋 ના ફૂલ
  8. ૨ ચમચીતલ
  9. તળવા માટે તેલ
  10. જરૂર મુજબ પાણી
  11. 1/2 ટી સ્પૂનયલો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બેઉં લોટ ચાળી ને મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ,આદુ મરચાં ની પેસ્ટ,તલ,યલો કલર, બટર અને દહીં નાખી ને સરખું મિક્સ કરી લેવું અને જરૂર મુજબ પાણી નાખીને ચકરી નો લોટ બાંધી લેવો.અને લોટ ને ચાખી લેવો. ચકરી મા ખાટો મીઠો અને તીખો ચડિયાતો મસાલો કરવો ‌.

  3. 3

    ત્યારબાદ ચકરી માટે નો સંચો લઈ તેમાં તેલ વારો હાથ ✋ કરીને તેલ લગાવી લેવું.

  4. 4

    ફરી લોટ ને સરખી રીતે મસળી લેવો અને તેમાંથી લાંબા લુવા કરી લેવા, પછી ચકરી ના સંચા માં ભરી ન્યુઝ પેપર માં બધી ચકરી પાડી ને તૈયાર કરી લેવી.

  5. 5

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ સરખું ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરી દેવો અને તવીથા ની મદદથી ચકરી ને ધીમે થી તેલમાં નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.

  6. 6

    તળતી વખતે વચ્ચે લાકડા ના ચમચાથી હલાવતાં રહેવું જેથી કરીને ચકરી બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન સરસ રીતે તળાય જાય. ઠંડુ થાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

  7. 7

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ખાટી મીઠી અને તીખી ચકરી. અમારા ઘરમાં તો ચકરી બધાને ખૂબ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes