મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)

Hetal Panchal
Hetal Panchal @cook_25809692

#GA4
#Week7
#બર્ગર
બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો.

મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week7
#બર્ગર
બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. બર્ગર બન
  2. ઝીણા સમારેલા ટામેટા
  3. ઝીણી સમારેલી ડુંગળી
  4. ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  6. ૧ વાટકીબાફેલા મકાઈના દાણાં
  7. બાફેલા બટાકા
  8. ૬-૭કળી લસણ
  9. ૧ ટુકડોઆદું
  10. લીંબુ
  11. લીલા મરચાં
  12. ૧ ચમચીજીરું
  13. ૧ ચમચી હળદર
  14. ૧ ચમચી લાલ મરચું
  15. ૧/૨ ચમચી ધાણા જીરું પાઉડર
  16. સ્વાદાનુસાર મીઠું
  17. ૧/૨ ચમચી ગરમ મસાલો
  18. ૧/૨ ચમચી પાવભાજી મસાલો
  19. ૧/૨ ચમચી ચાટ મસાલો
  20. જરૂર મુજબ તેલ
  21. જરૂર મુજબ બટર
  22. જરૂર મુજબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    પેહલા ડુંગળી, કેપ્સીકમ,ટામેટા,કોથમીર ને ઝીણા સમારી લો.બટાકા અને મકાઈના દાણા બાફી લો.આદું અને લસણ ને વાટી લો. એક પેનમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી બટર ગરમ કરો.હવે તેમાં જીરું નાખી લીલા મરચાં ઉમેરો.

  2. 2

    હવે વાટેલા આદુ લસણ ઉમેરો.હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો.ડુંગળી થોડી ચડે ઓછું ઝીણા સમારેલા કેપ્સીકમ ઉમેરો.મિક્સ કરી લો.હવે તેમાં હળદર,લાલ મરચું, ધાણાજીરું,મીઠું નાખી મિક્સ કરો.

  3. 3

    હવે પાવભાજી મસાલો અને ગરમ મસાલો નાખી ને મિક્સ કરો.ઝીણા સમારેલા ટામેટા ઉમેરો.મિક્સ કરી લો.ટામેટા ગળે ત્યાં સુધી ચડવા દો.હવે મકાઈના દાણાં ઉમેરી બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે બાફેલા બટાકા ને મેશ કરીને મિશ્રણ માં ઉમેરો.બધું મિશ્રણ બરાબર મિક્સ કરો.હવે બર્ગર બન ને વચ્ચેથી કાપી લો.હવે બન ના નીચે વાળા ભાગ પર બનાવેલું મિશ્રણ લગાવી દો.

  5. 5

    હવે તેના પર ઝીણી સમારેલી ડુંગળી મૂકી ચાટ મસાલો અને ૨ થી ૩ ટીપા લીંબૂ નો રસ ઉમેરો.હવે ઉપર થી ચીઝ છીની દો.હવે બર્ગર બન નો ઉપર નો ભાગ મૂકી દો.હવે એક તવા માં બટર નાખી ગરમ કરો.

  6. 6

    હવે બટર માં ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.હવે તૈયાર કરેલ બર્ગર નો ઉપર નો ભાગ બટર અને કોથમીર નાખી છે તેમાં મૂકી ને શેકી લો.પછી બીજી સાઇડ શેકી લો. ગરમા ગરમ બર્ગર કેચઅપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Panchal
Hetal Panchal @cook_25809692
પર
Cooking is my Passion.I love to cook my family.
વધુ વાંચો

Similar Recipes