ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#DRC
ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય.

ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#DRC
ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1 1/2 કપબેસન અથવા ચણા નો લોટ
  2. 1 1/2 ચમચીરવો
  3. 1/4 ચમચીહળદર
  4. મીઠું પ્રમાણસર
  5. 2 ચમચીતેલ
  6. 1/2 કપપાણી
  7. 2 ચમચીખાંડ નો પાઉડર
  8. 1 ચમચીવિનેગર
  9. 2 ચમચીદહીં
  10. 1 નાની ચમચીફ્રૂટ સોલ્ટ
  11. વઘાર:
  12. 2 ચમચીતેલ
  13. 1/4 ચમચીરાઈ
  14. 1/4 ચમચીતલ
  15. 8-10પાન લીમડા
  16. 2-3 નંગતીખા મરચાં (ઝીણા સમારેલ)
  17. 3-4 ચમચીખાંડ
  18. 3-4 ચમચીકોથમીર
  19. તળેલા મરચાં(સર્વ કરવાં)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૈ પ્રથમ બાઉલ માં ચણા નાં લોટ,રવો,ખાંડ નો પાઉડર,હળદર અને મીઠું મિક્સ કરો.બીજા બાઉલ માં પાણી,તેલ,વિનેગર અને દહીં મિક્સ કરો.

  2. 2

    તેમાં ચણા નાં લોટ નું મિશ્રણ ગરણા થી ચાળી ઉમેરી મિક્સ કરી ફ્રૂટ સોલ્ટ એકટીવ કરવાં 1 ચમચી પાણી ઉમેરી હળવાં હાથે મિક્સ કરો.

  3. 3

    કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી બેટર ઉમેરો.પાણી બોઈલ કરી બેટર ને 12-15 મિનિટ સ્ટીમ થવાં દો.ટૂથપીક ની મદદ થી ચેક કરવું. ઠંડા થાય પછી કટ્ટ કરવાં. વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ,તલ,લીમડો,મરચાં ઉમેરો.

  4. 4

    તેમાં અડધો કપ પાણી ઉમેરી ખાંડ અને કોથમીર ઉમેરી ઢોકળા પર બધી બાજુ રેડો.ખમણ ઢોકળા ને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes