લીલા ચણા ની ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#MBR4
#week4
#cookpad Gujarati
#cookpad india
#સીજનલ ભાજી રેસીપી (પોપટા ની ભાજી)
ચણા ની ભાજી ,પોપટા ની ભાજી, બુટ ની ભાજી તરીકે ઓળખાય છે પંચમહલ જિલા મા ,ગામડા મા ખેતરો મા મળી જાય છે , ખેતરો મા ચણા ની વાવણી કરી હોય ત્યા જયારે ચણા ફુટે અને ભાજી જેવુ નિકલે અને પોધા ના રુપ મા પરિવર્તિત થાય એ પેહલા પોપટા બેસે એના પેહલા કુણી ભાજી ચુટી લેવા મા આવે છે .. ચણા ની ભાજી પ્રોટીક ,વિટામીન ,મિનરલ્સ ,ફાઈબર થી ભરપુર હોય છે પોષ્ટિકતા ની સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે રોટલી ,રોટલા સાથે પીરસાય છે ,મે ચણા ની ભાજી બનાવી ને પીરસયુ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વીગં
  1. 250 ગ્રામચણા ની ભાજી
  2. 4,5 ચમચીતેલ વઘાર માટે
  3. 2 ચમચીબેસન (ચણા ના લોટ)
  4. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  5. 1/4 ચમચીહળદરપાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 4કળી લસણ વઘાર માટે
  8. 2 નંગ સુકા આખા લાલ મરચા વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સોથી પેહલા ચણા ની ભાજી ના ડંઠલ તોડી સાફ કરી ને 2,3 વાર ચોખા પાણી થી ધોઈ લેવાના નિથારી લેવુ..

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી લસણ,સૂકા મરચા ના વઘાર કરી ને ધોઈલી ભાજી નાખી ને થોડી વાર ઉપર,નીચે કરી હલાવી લેવી જેથી ભાજી ના શોષાઈ ને બેસી જાય,હવે મીઠું,મરચુ,હળદર નાખી ને હલાવી ને બે વાટકી પાણી નાખી ઢાકી ને કુક થવા દેવુ

  3. 3

    સ્લો મીડીયમ ફલેમ પર 20 મીનીટ મા કુક થઈ જાય છે, એક ચોથાઈ ભાગ પાણી રહી જાય છે,એ સમય બેસન નાખી ને સતત હલાવતા રેહવુ,ભાજી મા થી તેલ છુટટુ પડે નીચે ઉતારી લેવુ,

  4. 4

    લચકા પડતી ચણા ની ભાજી પીરસવા માટે તૈયાર છે,ચણા ની પોષ્ટિક,અને પચવા મા હલ્કી કુદરતી ગુણો થી ભરપુર ભાજી ને સર્વ કરયુ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes