બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#MBR4
WEEK4

પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદેમંદ છે.બાજરો પોષકતત્વથી ભરપૂર હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. વાટકો બાજરી નો લોટ
  2. ચપટીમીઠું
  3. જોઈતું પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કાથરોટમાં બાજરીનો લોટ ચાળી લઈ તેમાં મીઠું અને પાણી ઉમેરતા જઈ હથેળીથી ખૂબ જ સારી રીતે મસળવો.લોટને જેટલો મસળસો રોટલો તેટલો પોચો થશે.

  2. 2

    પાટલી પર અટામણ ભભરાવી, રોટલા નો એક લુઓ લઈ, હાથે થી રોટલો થેપી લો.

  3. 3

    હવે કલાડી ગરમ કરો. તેમાં એક સાઇડ રોટલો થોડોક શેકવાો.બીજી સાઈડ રોટલાને આખો થવા દો. હવે તેને રોટલી ની જેમ ગેસ પર ફુલાવી લો.

  4. 4

    ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી લો તૈયાર છે બાજરીના રોટલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes