સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.
#BR

સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)

શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.
#BR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 2મોટી ઝૂડી સુવા ની ભાજી
  2. 25-30કળી જેટલું લસણ
  3. 3મિડીયમ સાઈઝના ટામેટાં
  4. 1/4 ચમચી રાઈ
  5. 1/4 ચમચી જીરું
  6. 2-3ચમચા જેટલું તેલ
  7. ચપટીહીંગ
  8. 2 ચમચીવાટેલા આદું-મરચાં
  9. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. સ્વાદમુજબ મીઠું
  13. ચપટીહળદર
  14. જરૂર મુજબનું પાણી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સુવાની ભાજી માંથી જાડી ડાળી જેવા ભાગને કાઢી નાંખી બાકીની ભાજીને સમારી લો.હવે એને પાણીમાં ધોઈ નાંખો.જેથી એમાં માટી હોય તો નીકળી જાય.

  2. 2

    લસણની કળીઓને છોલીને એના મોટા કટકા કરી લો. ટામેટાં ના પણ ઝીણા કટકા કરી લો.

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી એમાં રાઈ-જીરું નાંખી દો.રાઈ તતડે એટલે હીંગ ઉમેરી તરત જ લસણના કટકા ઉમેરી એને 2-3મિનિટ સુધી સાંતળો.પછી એમાં ટામેટાંના કટકા ઉમેરી એને પણ 3-4મિનિટ સુધી સાંતળો.

  4. 4

    ટામેટાં સંતળાઈ જાય એટલે એમાં 1/2વાટકી જેટલું પાણી દો. હવે એમાં સુવાની ભાજી ઉમેરો પછી એને પણ 3-4મિનિટ સુધી થવા દો.પછી એમાં ઉપર જણાવ્યા મુજબના મસાલા ઉમેરી હલાવી લો.

  5. 5

    1-2 મિનિટ રાખી એને ગૅસ પરથી ઉતારી લો. પછી એને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Top Search in

Similar Recipes