મેથીની ભાજી - ચણાની દાળનું શાક

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.
#RB2

મેથીની ભાજી - ચણાની દાળનું શાક

5 કમેન્ટ્સ કરેલ છે

મેથીની ભાજી આમ તો દરેક સિઝનમાં મળતી હોય છે પણ શિયાળામાં મેથીની ભાજી ખૂબ સરસ મળતી હોય છે.ચણાની દાળ સાથે પણ એનું શાક ટેસ્ટી લાગે છે.
#RB2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનીટ
2-3 વ્યક્તિ
  1. 1ઝૂડી ઝીણી સમારેલી મેથીની ભાજી (ધોઈ ને બાજુ પર રાખવી)
  2. 1 વાડકીચણાની દાળ(4-5 કલાક પાણીમાં પલાળેલી)
  3. 2ઝીણા સમારેલા કાંદા
  4. 1ઝીણું સમારેલું ટામેટું
  5. 1 ચમચીવાટેલું લસણ
  6. 1/2 ચમચી વાટેલું આદું
  7. 2ઝીણા સમારેલા મરચાં
  8. 2ચમચા વઘાર માટે દેશી ઘી અથવા સરસિયાનું તેલ
  9. 1/2 ચમચી જીરું
  10. વઘાર માટે 2 સૂકા લાલ મરચાં
  11. 1/4 ચમચી હીંગ
  12. સ્વાદમુજબ મીઠું
  13. સહેજ હળદર
  14. 2 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1/2 ચમચી ધાણાજીરું
  16. 1/2 ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

15-20 મિનીટ
  1. 1

    પલાળેલી ચણાની દાળમાં મીઠું અને સહેજ હળદર નાંખી કૂકરમાં 1સીટી વગાડી ને બાફીને રાખો.દાળ એકદમ બફાઈ ના જાય એનું ધ્યાન રાખવું.

  2. 2

    એક કઢાઈમાં ઘી-જીરાનો વઘાર કરો. પછી એમાં હીંગ,સૂકા લાલ મરચાં તથા વાટેલા આદું-લસણ નાંખી સાંતળો. પછી એમાં કાંદા નાંખી 2-3 મિનિટ સુધી સાંતળો.પછી એમાં ટામેટાં નાંખી ફરી થી 2-3મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે મેથીની ભાજીને એ સાંતળેલા મિશ્રણમાં ઉમેરો.હવે ઉપર જણાવેલા મસાલા નાંખી એને પણ 3-4 મિનિટ સુધી સાંતળો.

  4. 4

    પછી એમાં બાફેલી ચણાની દાળ ઉમેરી બરાબર મિક્ષ કરો.પછી જરૂર મુજબ નું પાણી ઉમેરો.2-3 મિનીટ સુધી ગૅસ ઉપર રહેવા દો. પછી રોટી,પરાઠા કે ભાખરી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes