કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

#CWM1
#Hathimasala
#MBR6
#Week6
શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે .
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#CWM1
#Hathimasala
#MBR6
#Week6
શિયાળા માં ગ્રીન મસાલા થી બનતી વાનગીઓ ખાવાની ખૂબ જ મજા પડે .એમાયે લીલી ડુંગળી,લસણ ,તીખા લીલા મરચા, આદુ ના ઉપયોગ ની વાત આવે એટલે સુરત ના ફેમસ કુંભણીયા ભજીયા બનાવવા નું યાદ આવે .આ ભજીયા માં ભરપૂર ગ્રીન મસાલો અને મીઠું અને મરી સિવાય અન્ય કોઈ મસાલો કે મીઠા સોડા ઉમેરવા માં આવતા નથી છતાંયે ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લીલા ઘટકો બારીક સમારી ને તૈયાર કરી લેવા.આદુ ખમણી લેવો.હવે બન્ને ભાજી ને ધોઈ ને નિતારી લેવી. મીક્સિંગ બાઉલ માં ડુંગળી,લસણ,આદુ મરચા લેવા.બંને ભાજી ઉમેરવી.
- 2
હવે મીઠું,મરી અને લીંબુ નો રસ ઉમેરી હાથેથી સરખું ચોળી લેવું.તેમાં બેસન ઉમેરી mix કરવું. જરૂર લાગે તો 2-3 ચમચી પાણી ઉમેરી કઠણ ખીરું બનાવવું.
- 3
કડાઈ માં તેલ ગરમ કરી ખીરા માં 1 ચમચી તેલ ઉમેરવું.હવે ગેસ ની આંચ મધ્યમ રાખી ખીરા માંથી આંગળી અને અંગુઠા ના ટેરવા ની મદદ થી નાની સાઇઝ ના ભજીયા તેલ માં પાડવા.
- 4
કુંભણીયા ભજીયા ને ગોલ્ડન થાય એવા તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ કુંભણીયા ભજીયા,તેને ગરમ ગરમ સર્વ કરવા.
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ના કુંભણીયા ભજીયા (Palak Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#Week3#cookpadindiaકુંભણીયા ભજીયા બનાવવા એ આંગળા ની કરામત છે ,એમાં મીઠું સિવાય કોઈપણ મસાલા કે સોડા નો ઉપયોગ નથી થતો ,તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે,એકદમ બારીક ભજીયા હોવાને લીધે મેથી નો સ્વાદ કડવો આવે છે તેથી મે પાલક નો ઉપયોગ કર્યો છે. Keshma Raichura -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3સાંભળ્યું છે કે ભાવનગર સહેર નવપલિતાના ગામના કુંભણ ગ્રામ ના નામ થી આ ભજીયા પ્રખ્યાત છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત માં આ ભજીયા ખૂબ જ પ્રમાણ માં લોકો બનાવે છે અને ખાય છે.આ ભજીયા માં સોડા નો ઉપયોગ કરવામાં આવતો નથી અને જીણા જીણા પાડવા માં આવે છે.સ્વાદ માં મસ્ત અને વારે વારે બનાવવા નુ મન થાય એવા આ ભજીયા છે. Varsha Karia I M Crazy About Cooking -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#JWC1 #કુંભણીયા_ભજીયા #વીન્ટર_સ્પેશિયલ #લીલુંલસણ #મેથી #કોથમીર #લીલીડુંગળી #બેસન#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallengeલીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે ખાસ કુંભણીયા ભજીયા બનતા હોય છે. ગરમાગરમ ભજીયા સાથે ચા , તળેલાં મરચા, લસણ ની લાલ ચટણી, કોથમીર ની લીલી ચટણી હોય તો , તો જલસો જ હો .... Manisha Sampat -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
ભાવનગર જિલ્લાના પાલિતાણાના કુંભણીયા ગામના નામ પરથી ભજીયા નું નામ પડ્યું છે કુંભણીયા ભજીયા. આ ભજીયા ત્યાંના ફેમસ છે. સુરત અમદાવાદ વડોદરા ત્યાં પણ આ ભજીયા ખૂબ વખણાય છે. આ ભજીયામાં કોથમીર ,મેથી,લીલું લસણ અને મરચા નો ઉપયોગથી થાય છે. ડુંગળી અને લીંબુના રસ અને મરચાં સાથે આ ભજીયા ખવાય છે. #WK3 Ankita Tank Parmar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#સાઈડ#સાઈડડીશ#પોસ્ટ1#ભજીયાભજીયા કોણે ન ભાવે એમા કુંભણીયા ભજિયાં ની તો વાતજ શું કોઇ પણ વાનગી ની સાઈડ મા બોવજ ભાવે અને બધી વાનગી નિ શોભા વધારે આ ભજિયાં મા કોઇ પણ મસલા ક સોડા એડ નથી થાતી અને તળાતા તેલ પણ નથી રેતુ અને ખુબજ સ્વાદિષ્ટ બને છે એટલે મને બોવજ ભાવે અમારા ઘરે આ ભજીયા વારંવાર બનતા નથી લગતી Hetal Soni -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#winterspeical#MS#kumbhaniyabhajiya#cookpadgujarati#cookpadindiaકુંભણ ગામમાં સૌપ્રથમ બનાવવામાં આવ્યા હોવાથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે. જે ખાસ કરીને શિયાળામાં શાક ભાજી સારા પ્રમાણમાં મળતાં હોવાથી વધારે બનવવામાં આવે છે . કુંભણીયા ભજીયામાં લીલાલસણ, કોથમીર અને મેથીની ભાજીનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આમાં બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તો પણ ભાજીનું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બને છે. Mamta Pandya -
કુંભણીયા ભજીયા(kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3 કુંભણ ગામ માં સૌપ્રથમ બનાવવાં માં આવ્યાં હોવાંથી તેથી તેને કુંભણીયા ભજીયા કહેવાય છે.આ ભજીયા ટ્રેડિશનલ રીતે બનાવવાં માં આવે છે.જે હાથ ની આંગળી થી બનાવવામાં આવે છે.ખાસ કરીને શિયાળા માં લીલું લસણ નો ભરપુર ઉપયોગ કરીને એકદમ નાના,ક્રિસ્પી અને કુરકરા નાના હોય છે.જેમાં બેકિંગ સોડા નો ઉપયોગ બિલકુલ કરવામાં નથી આવતો.તેલ બિલકુલ રહેતું નથી.આને કેમિકલ ફ્રી ભજીયા પણ કહેવાય છે. Bina Mithani -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3#MS ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન છે. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુંભણીયા ભજીયા બહુ પ્રખ્યાત છે. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગ્રામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુંભણીયા ભજીયા પડ્યું. Payal Sachanandani (payal's kitchen) -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
આ સુરત ની સ્પેશ્યલ ભજીયા ની રેસીપી , જેને શિયાળાની કડકડતી ઠંડી માં લારી પર લોકો ખાસ ખાવા જાય છે.મેથી ની ભાજી અને લીલું લસણ ના શોકીન સુરતીઓ માટે લીલા લસણ ના ભજીયા ની રેસીપી જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.#WK3#MS Bina Samir Telivala -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કુંભણીયા ભજીયા
#ઇબુક૧#૨૨ભજીયા એ ગુજરાતી ઓ નું પસંદીદા ફરસાણ છે. આમ તો ઘણી બધી અલગ અલગ જાત ના ભજીયા બને છે પણ સુરત માં બનતા કુંભણીયા ભજીયા બધે જ પ્રખ્યાત છે. Chhaya Panchal -
ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કુંભણીયા ભજિયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#monsoonreceip જુનાગઢ માં મેઘો જામ્યો છે ને મેં બનાવ્યા કુંભણીયા ભજિયા ખૂબ જ ટેસ્ટી બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 મેથી ની ભાજી માંથી બનતા આ ભજીયાં કુંભણીયા ગ્રામ ની સ્પેશિયલ વાનગી છે..જેમાં મેથી વધુ ને ચણા નો લોટ ઓછો હોય છે. .જેને ચટણી અથવા સોસ સાથે પીરસવામાં આવે છે. Nidhi Vyas -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
કુંભણ નામના ગ્રામ પરથી આ ભજીયા નું નામ પડ્યું છે ખૂબ જ બનાવવામાં પહેલા તરત બની જાય છે અને સ્વાદિષ્ટ છે Shethjayshree Mahendra -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
પનીર,મેથી ના કુંભણીયા ભજિયા (Paneer Methi Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujarati#monsoon#MFFપનીર ના પકોડા કે સમોસા તો બનાવ્યા જ હશે શું ક્યારેય પનીર ના કુંભણીયા બનાવ્યા છે ?મે પણ આજે કઈક અલગ કરવાની ટ્રાય કરી ,ખરેખર મસ્ત બન્યા ..તમે પણ જરૂર બનાવજો.એમાં પનીર નો રીચ અને ક્રિસ્પી ટેસ્ટ વરસાદ ની સીઝન માં ભજીયા ને ચાર ચાંદ લગાવે છે . Keshma Raichura -
-
કુંભાણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3#week3 ગુજરાત નાં કુંભણ ગામ નાં પ્રખ્યાત ભજીયા એટલે કુમ્ભણીયા ભજીયા. તમે પણ ક્યારેક સુરત બાજુ ગયા હોવ તો કદાચ આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે.અહીં મેં થોડું વેરીએશન કર્યું છે જેમાં મેં એક પાકું કેળું ઉમેરી ને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.Sonal Gaurav Suthar
-
More Recipes
ટિપ્પણીઓ (25)