લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#WLD
#CWM2
#Hathimasala
#Hathi Masala - Banao Life मसालेदार
શિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋

લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)

#WLD
#CWM2
#Hathimasala
#Hathi Masala - Banao Life मसालेदार
શિયાળામાં મસ્ત લીલા 🌳💚🍏શાકભાજી મળે.. તેની તાજગી અને સ્વાદ તો જે માર્કેટ થી લાવે, ચૂંટે અને રેસીપી બનાવે.. તે જ જાણે. ઓળા માં લીલા વટાણા નાંખી ને બનાવાય તે સાંભળ્યું હતું તો આજે લીલા ઓળા ની રેસીપી માં તે પ્રયોગ કર્યો. સાથે કેપ્સિકમ પણ નાંખ્યા.. ખૂબ જ ટેસ્ટી ઓળો બન્યો છે વડી લીલા છમ બાજરાનાં રોટલા સાથે તો જમાવટ જ થઈ ગઈ..મિત્રો..જરૂર ટ્રાય કરશો🥰😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. 2 નંગમોટા રીંગણાં
  2. 1/2 વાટકીલીલા વટાણા
  3. 1 વાટકીલીલી ડુંગળી સમારેલ
  4. 1/2 વાટકીલીલું લસણ સમારેલ
  5. 4-5 નંગતીખા મરચા+ કોથમીર+ ફુદીનાની પેસ્ટ
  6. મરચા-આદુ-લસણ ની પેસ્ટ
  7. 2 નંગટામેટા ની પ્યુરી
  8. 1લીંબુ નો રસ
  9. 3-4ચમચા તેલ
  10. ૧ ચપટીહિંગ
  11. ૧/૪ ચમચીહળદર
  12. ૧/૨ ચમચીધાણા-જીરું
  13. ૧/૨ ચમચીલાલ મરચું
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ગાર્નિશ: કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને રીંગણાં ને તેલ લગાવી સેકી લેવા પછી ઠંડા થાય એટલે છાલ કાઢી છરી થી કટ કરી લેવું. હવે પેન માં તેલ મૂકી હિંગ ઉમેરી, સમારેલ કેપ્સિકમ અને મરચા-આદુ-લસણ ની પેસ્ટ નાંખી બરાબર સાંતળો. હવે ગ્રીન પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં લીલા વટાણા નાંખી તેમાં મીઠું ઉમેરવુ ને ઢાંકીને ૫ મિનિટ ચડવા દો. પછી ડુંગળી ઉમેરવી અને તેને સાંતળવી. હવે ટામેટા ની પ્યુરી નાંખી ચડવા દો.

  3. 3

    છેલ્લે રીંગણાં નો માવો ઉમેરો સાથે લીંબુ નો રસ ઉમેરો અને બરાબર મિક્સ કરો ને ધીમા તાપે 2મિનિટ રાખી તેને સીજવા દો જેથી બધા મસાલા મિક્સ થઈ જાય.

  4. 4

    હવે ગરમ મસાલો અને કોથમીર નાંખી ગરમાગરમ
    લીલો ઓળો બાજરાનાં રોટલા સાથે સર્વ કરો. સાથે માખણ, ગોળ, પાપડ, સલાડ, અથાણું સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes