મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. ૨ ટેબલ સ્પૂનતેલ
  2. "૧" આદુ છીણેલુ
  3. કળી લસણ છીણેલુ
  4. મરચુ ઝીણુ સમારેલુ
  5. મીડીયમ ડુંગળી ઝીણી સમારેલી
  6. નાનુ ગાજર ઝીણુ સમારેલુ
  7. ૧\૪ કોબી ઝીણી સમારેલી
  8. ૨ ટેબલસ્પૂનસોયા સોસ
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧/૪ ટીસ્પૂન મરી પાઉડર
  11. ૧ ટીસ્પૂનખાંડ
  12. ૨ ગ્લાસપાણી
  13. ૧/૨ કપ બ્રોકોલી ના નાના ફૂલ
  14. ફણસી ઝીણી સમારેલી
  15. લીલી ડુંગળીની સ્ટ્રીંગ ઝીણી સમારેલી
  16. ૨ ટેબલ સ્પૂનકોથમીર
  17. નૂડલ્સ ફ્રાય કરવા માટે : ૧ કપ બાફેલા નૂડલ્સ
  18. ૧ ટેબલ સ્પૂનકોર્ન સ્ટાર્ચ
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરવા મૂકો... બીજી બાજુ લાલ સુકા મરચાની ગેસ ઉપર શેકી લો & બાજુમા રાખો.. તેલ ગરમ થયે ફાસ્ટ તાપે આદુ મરચા & લસણ સાતત્ય પછી કાંદા નાંખો એને હલકા ગુલાબી કરવાના છે...... સાધારણ સાંતળવાના છે...પછી શેકેલુ મરચુ & શાકભાજી નાંખો... થોડીવાર સોટે કરો..

  2. 2

    હવે સોયા સોસ નાંખી ૧ મિનિટ થવાદો... મીઠું & મરી પાઉડર નાંખો & ખાંડ નાંખો.... ૧/૨ મિનિટ પછી પાણી નાંખો & એને ૨ મિનિટ ઊકળવા દો.... ત્યાં સુધીમા ૧ બાજુ તેલ ગરમ કરવા મૂકો & બીજી બાજુ કોર્ન સ્ટાર્ચ, મરી પાઉડર & ૧/૨ કપ પાણીની સ્લરી બનાવી બાજુમા રાખો...હવે બધી લીલી શાકભાજી નાંખો... ૨ મિનિટ ઉકળવા દો..

  3. 3

    હવે નૂડલ્સ મા કોર્ન ફ્લોર નાંખી મીક્ષ કરો..... તેલ ગરમ થયે એમા નાના નાના ગોળા બનાવી તળી લો.....

  4. 4

    હવે નૂડલ્સ મા થોડી...થોડી કરી સ્લરી નાંખો...જોઇતી કન્સ્ટીસ્ટન્સી (બહુ જાડો સુપ નથી કરવાનો) આવે એટલી જ સ્લરી નાંખવી.. & ૧ ઉબાલ આવે એટલે ગેસ બંધ કરવો..... હવે સર્વિંગ બાઉલ મા કાઢો & નૂડલ્સ સેવ સાથે એનો લૂફ્ત ઉઠાવો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes