ઓથેન્ટિક સિંધી કોકી (Authentic Sindhi Koki Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#NRC
કોકી, બ્રેકફાસ્ટ / લંચ માટે ની સિંધી વાનગી છે જે બહુજ પૌષ્ટિક આહાર છે.એને દહીં અને અથાણાં સાથે સર્વ કરવા માં આવે છે જેથી એ એક હોલસમ મીલ તરીકે સર્વ થાય છે. બેસન એને વધારે તંદુરસ્ત બનાવે છે.
કોકી Diabetic friendly વાનગી છે અને 15 દિવસ સુધી સારી રહે છે.કોકી બહારગામ લઈ જવા માટે ઉત્તમ છે.
Cooksnapthemeoftheweek
Harsha Israni

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2-3 સર્વ
  1. 1કપ ઘઉંનો લોટ
  2. 1 નંગનાનો સમારેલો કાંદો
  3. 1ટે સ્પૂન બેસન
  4. 1સમારેલું લીલું મરચું
  5. 1/4ટી સ્પૂન અજમો
  6. 1/2ટી સ્પૂન જીરું
  7. 1/4ટી સ્પૂન હળદર
  8. 1/2ટી સ્પૂન લાલ મરચું
  9. 2ટી સ્પૂન સમારેલી કોથમીર
  10. 1 1/2ટે સ્પૂન ઘી મોણ માટે + શેકવા માટે
  11. 2ટી સ્પૂન કસુરી મેથી
  12. 1/4ટી સ્પૂન આમચૂર
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક તાસ માં ઘઉંનો લોટ અને બેસન લઈ, અંદર બધો મસાલો નાખી મિક્સ કરવું. ઘી નું મોણ નાંખી મીકસ કરવું.પાણી થી કઠણ લોટ બાંધવો.10-15 મીનીટ ઢાંકી ને રાખવો.

  2. 2

    હવે લોટ ને કુણવી ને એકસરખા થોડા મોટા લુઆ કરવા. એક લુઓ લઇ, જાડી ભાખરી વણીને બનેં બાજુ દાબી ને કાચી - પાક્કી શેક્વી. બધી ભાખરી આવી રીતે શેકી ને તૈયાર કરવી. સાઈડ પર રાખવી.

  3. 3

    સર્વ કરતા પહેલા,જાડી કોકી (ભાખરી) ને પતલી વણી ને પાછી ગેસ ઉપર બનેં બાજુ ઘી મુકી ને શેકી લેવી. કડક / નરમ જેવી શેક્વી હોય તેવી તેયાર કરવી.ગરમા ગરમ કોકી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes