બદામ,મિલ્ક પાવડર મિઠાઈ

Varsha Dave
Varsha Dave @cook_29963943

મિલ્ક પાવડર માંથી ખુબ જ સરસ બરફી બનાવી શકાય છે.જે એક વાર ઘરે બનાવો તો પછી બહાર ની બરફી ખાવાનું મન નહિ થાય.

બદામ,મિલ્ક પાવડર મિઠાઈ

મિલ્ક પાવડર માંથી ખુબ જ સરસ બરફી બનાવી શકાય છે.જે એક વાર ઘરે બનાવો તો પછી બહાર ની બરફી ખાવાનું મન નહિ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
8 સર્વિંગ્સ
  1. 300 ગ્રામમિલ્ક પાવડર
  2. 150 ગ્રામખાંડ
  3. 1 ટે સ્પૂનઘી
  4. 1મોટો કપ દૂધ
  5. 2 ટી સ્પૂનએલચી પાવડર
  6. બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી ગરમ કરો અને તેમાં મિલ્ક પાવડર ને ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં સહેજ ગરમ કરેલું દૂધ ઉમેરી હલાવો.ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ નાખી મિક્સ કરી સતત હલાવતા રહો.

  3. 3

    મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એલચી પાવડર ઉમેરો અને હલાવો.આ મિશ્રણ પેન થી છૂટું પડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.

  4. 4

    એક ટ્રે માં નીચે બટર પેપર મૂકી ને મિશ્રણ ને સેટ કરી દો.ત્યાર બાદ અડધો કલાક ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.

  5. 5

    બરાબર સેટ થઇ જાય એટલે પીસ કરી લો.અને બદામ થી ગાર્નિશ કરી દો

  6. 6

    આ મિલ્ક પાવડર ની બરફી ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને તમે ફ્રીઝ માં આઠ થી દસ દિવસ સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes