ફાડા ની લાપસી

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં વારે-તહેવારે કે પ્રસંગે બનતી આ સ્વાદિષ્ટ મીઠાઈ, ફાડા ની લાપસી. બહુજ સાદી, સ્વાદિષ્ટ ને સરળ છે.

ફાડા ની લાપસી

લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં વારે-તહેવારે કે પ્રસંગે બનતી આ સ્વાદિષ્ટ મીઠાઈ, ફાડા ની લાપસી. બહુજ સાદી, સ્વાદિષ્ટ ને સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ જણ માટે
  1. ૧ કપઘઉં ના જાડા ફાડા
  2. ૧ કપખાંડ
  3. ૧ ચમચીએલચી ની ભૂકી
  4. ૧/૨ કપસૂકા મેવા નો મિશ્રણ
  5. ૧/૪ કપઘી
  6. ૨ ૧/૨ કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક નોન સ્ટિક કઢાઈ માં ઘી ગરમ મુકો. ધીમા તાપે ૫-૭ મિનિટ ઘઉં ના ફાડા ઉમેરી ને સાંતળી લો.

  2. 2

    સતત હલાવતા રહેવું ને સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકી લેવું.

  3. 3

    તાપ મોટી કરી ને તેમાં ગરમ પાણી ઉમેરી ને બરાબર હલાવું.

  4. 4

    અડધું ઢાંકી ને મધ્યમ તાપે ૧૫ મિમીટ રાંધી લો. ફાડા થોડા ફૂટે એટલે લાપસી થવા આવી છે.

  5. 5

    અત્યાર સુધી માં બધું પાણી બળી જશે. હવે તેમાં ખાંડ ને એલચી ની ભૂકી ઉમેરી ને બરાબર ભેળવી દેવું.

  6. 6

    ધીમા તાપે ૫-૭ મિનિટ રાંધો. ઘી છૂટું પાડવા મંડશે.

  7. 7

    સુધારેલા સૂકા મેવા (બદામ, કાજુ, કિશમિશ, પિસ્તા) ઉમેરી ને હલાવી લેવું.

  8. 8

    લાપસી તૈયાર છે. ગેસ બંધ કરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes