પનીર-ચીઝી રોટી કોન

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#GujaratiSwad
#RKS
આ ડીશ ઘંઉની વધેલી રોટલીમાંથી બનાવી છે.

પનીર-ચીઝી રોટી કોન

4 કમેન્ટ્સ કરેલ છે

#GujaratiSwad
#RKS
આ ડીશ ઘંઉની વધેલી રોટલીમાંથી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  1. ૩-૫ ઘંઉની રોટલી
  2. પૂરણ માટે-
  3. ૧/૨ કપ છીણેલુ પનીર
  4. ૧/૨ કપ છીણેલું ચીઝ
  5. ૨ નંગ ડુંગળી
  6. ૧ નંગ શીમલા મરચુ
  7. ૧ નંગ કાકડી
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ /૨ ટી-સ્પૂન લાલ મરચુ
  10. ૧ ટી-સ્પૂન ચાટ મસાલો
  11. ૧/૨ કોથમીર
  12. અન્ય સામગ્રી-
  13. ૨ કપ મેંદો
  14. ૪ કપ તેલ (તળવા માટે)
  15. સજાવવા માટે-
  16. ૧ કપ ટોમેટો સોસ
  17. ૧/૨ કપ ઝીણી સેવ
  18. ૧ કપ મેયોનીઝ
  19. ૧/૪ કપ ચોકલેટ વરમીલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ લઈ તેમાં ૧ કપ મેદો અને જરુર મુજબ પાણી ઉમેરી જાડુ ખીરુ બનાવો.અને બીજા બાઉલમાં ૧ કપ મેંદો અની જરુર મુજબ પાણી મીકસ કરી પાતળુ ખીરુ તૈયાર કરો.

  2. 2

    શીમલા મરચુ,ડુંગળી,કાકડી,કોથમીર ને ઝીણા સમારી લેા.એક બાઉલમાં સમારેલા શાકભાજી,પનીર,ચીઝ,મીઠુ,મરચુ,ચાટ મસાલો મીકસ કરી પૂરણ તૈયાર કરો.

  3. 3

    ઘંઉની રોટલીને વચ્ચે થી ચપ્પુ વડે કાપી દો ત્યાર બાદ રોટલીના ટકડાના કોન શેપમાં વાળી દો છેલ્લે છેડાને તૈયાર કરેેલા મેંદાના જાડુ ખીરુ લગાડીને સીલ કરો.કોન તૈયાર કરો.

  4. 4

    તૈયાર કરેલા કોનમાં તૈયાર કરેલુ પૂરણ ભરીલો.કોનના આગળના ખુલ્લા ભાગને મેંદાના પાતળા ખીરામા ડીપ (બોળીને)કરી ગરમ તેલમાં સોનેરી રંગના ધીમી આંચે તળી લો.

  5. 5

    તળેલા કોનના આગળના ભાગને સોસમાં ડીપ (બોળીને)ઝીણી સેવમાં રગદોળો.આવી જ રીતે મેયોનીઝમાં બીજા કોનને ડીપ કરી ચોકલેટ વરમીલીમાં રગદોળી ડીશમાં સર્વ કરો.તૈયાર છે પનીરચીઝી રોટી કોન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes