હરિયાળી કોર્ન પુલાવ

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#ઝટપટ રેસીપી
#અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી ખૂબ ભૂખ લાગી હોય કે પછી જમવાનું બનાવવા માટે વધારે સમય ન હોય ત્યારે તમે ખૂબ જ ઝડપથી આ પુલાવ કૂકરમાં જ બનાવી શકો છો. સાથે સાથે હેલ્થી ડીશ પણ છે કારણ કે તેમાં કોથમીર , ફુદીનો અને મકાઈનો ઉપયોગ કર્યો છે.

હરિયાળી કોર્ન પુલાવ

#ઝટપટ રેસીપી
#અચાનક કોઈ મહેમાન આવી જાય કે પછી ખૂબ ભૂખ લાગી હોય કે પછી જમવાનું બનાવવા માટે વધારે સમય ન હોય ત્યારે તમે ખૂબ જ ઝડપથી આ પુલાવ કૂકરમાં જ બનાવી શકો છો. સાથે સાથે હેલ્થી ડીશ પણ છે કારણ કે તેમાં કોથમીર , ફુદીનો અને મકાઈનો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ કપ બાસમતી ચોખા
  2. ૧ કપ બાફેલા મકાઈના દાણા
  3. ૧/૪ કપ કોથમીર
  4. ૧/૪ કપ ફુદીનો
  5. ૧/૪ કપ ઝીણો કાપેલો કાંદો
  6. ૧/૪ કપ ઝીણું કાપેલું ટામેટું
  7. ૧ નાની ચમચી જીરું
  8. ૧ મોટી ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. ૧/૨ મોટી ચમચી આદુ લસણની પેસ્ટ
  10. ૧ મોટી ચમચી ગરમ મસાલો
  11. ૧ મોટી ચમચી ધાણા જીરું પાવડર
  12. ૧ નાની ચમચી હળદર
  13. ૧ નાની ચમચી મીઠું
  14. ૧ નાની ચમચી તેલ
  15. ૩ મોટી ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને ૧/૨ કલાક માટે પલાળી દેવા.

  2. 2

    કોથમીર અને ફુદીનાને ૧ ચમચી પાણી નાંખીને મિક્સરમાં વાટી લેવું.

  3. 3

    કૂકરમાં તેલ અને બટર લેવું. પછી તેમાં જીરું નાંખવું. જીરું થઈ જાય પછી તેમાં ઝીણો કાપેલો કાંદો સાંતરવો.

  4. 4

    કાંદો ગુલાબી થાય પછી તેમાં ઝીણું સમારેલું ટામેટું સાંતરવું.

  5. 5

    ત્યારબાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર,મીઠું નાંખવું. ૧ ચમચી પાણી નાંખીને થોડીવાર થવા દેવું.

  6. 6

    પછી તેમાં મકાઈના દાણા નાંખીને સાંતરવું. ૧ મિનિટ પછી તેમાં કોથમીર અને ફુદીનાની પેસ્ટ નાંખીને થોડી વાર થવા દેવું.

  7. 7

    બાસમતી ચોખા નાંખીને ૨ થી ૩ મિનિટ થવા દેવું. જરૂર મુજબ પાણી નાંખીને ૨ સીટી બોલાવવી. તૈયાર છે ટેસ્ટી પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes