સોયાબીન ની વડી નું શાક

Prexita Patel
Prexita Patel @Prexita_2710

soybeans food

સોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. 

સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. 

સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદા

સોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.
સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.
સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.
સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.

આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે.

સોયાબીન ની વડી નું શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
  1. ૧ કપ - સોયા ચંક
  2. ૩ નંગ ટામેટા
  3. ૩ નંગ ડુંગળી
  4. ૫-૬ કળી લસણ
  5. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  6. ૧/૨ કપ દહીં
  7. ૨ ચમચા તેલ
  8. ૧ ચમચી લાલ મરચું પાવડર
  9. ૧/૨ ચમચી હળદર
  10. ૧ ચમચી ધાણાજીરૂ
  11. ૧/૪ ચમચી જીરૂ
  12. ચપટી હિંગ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. કોથમીર ગાર્નિશ કરવા

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ૨૫૦ મીલી પાણી ગરમ કરવું, પાણી ઉકળે એટલે તેમાં, ૧/૪ ચમચી મીઠું, ૧/૨ તેલ તથા સોયા ચંક ઉમેરી ને મિક્ષ કરી તેની ઉપર ઢાંકી ને ૫-૭ મિનિટ ધીમા તાપે વડી ને બફાવા દેવી, ત્યારબાદ ફ્રેમ બંધ કરી દો.

  2. 2

    બીજી બાજુ કડાઈમાં ૨ ચમચા તેલ ઉમેરો, ગરમ થાય એટલે તેમાં જીરૂં અને હીંગ નો વઘાર કરી તેમાં લસણ, આદુ-મરચાં ની પેસ્ટ, ચોપ કરેલી ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન થાય ત્યારે ચોપ કરેલા ટામેટા ઉમેરી લેવા.

  3. 3

    ટામેટા - ડુંગળી ચડી જાય ને તેલ છૂટું પડે ત્યારે હળદર, મીઠું અને સોયા ચંક ઉમેરી ને મિક્ષ કરી ૫ મિનિટ ધીમા તાપે ચડવા દેવું.

  4. 4

    ત્યારબાદ દહીંમાં લાલ મરચાનો પાવડર અને ધાણાજીરૂ મિક્ષ કરી ફેટીને શાક માં ઉમેરી ધીમા તાપે હલાવી ને મિક્ષ કરી લેવું, ત્યારબાદ તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું, તેલ છૂટું પડે ત્યારે ગરમ મસાલો ઉમેરી હલાવી લેવું.

  5. 5

    કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ સોયાબીન ની વડી નું શાક રોટલી યા પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prexita Patel
Prexita Patel @Prexita_2710
પર

ટિપ્પણીઓ

Similar Recipes