મેન્ગો કોકોનટ લડ્ડુ

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#Goldenapron
#post1
# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે.

મેન્ગો કોકોનટ લડ્ડુ

#Goldenapron
#post1
# આ લડ્ડુ કેરીનાં રસ, કોપરાની છીણ,મિલ્ક પાવડર, મિલ્કમેડમાંથી બનાવેલા છે, આ લડ્ડુ જલ્દી બની જાય છે માટે અચાનક મહેમાન આવી જાય ત્યારે બનાવીને સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. 1/2કપ કેરીનો રસ
  2. 1કપ કોપરાની છીણ
  3. 1/2કપ મિલ્કમેડ
  4. 1ટેબલ સ્પૂન ઘી
  5. 2-3ટેબલસ્પૂન દળેલી ખાંડ
  6. સજાવવા માટે-
  7. પીસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી કોપરાની છીણને બે-ત્રણ મિનિટ માટે ધીમી આંચે સાતંળી એક ડીશમાં કાઢી લો.

  2. 2

    ત્યારબાદ તે જ પેનમાં કેરીનો રસ અને દળેલી ખાંડ મીકસ કરી બે-ત્રણ મિનિટ માટે ધીમી આંચે સાતંળો.

  3. 3

    કેરીનો રસ સહેજ ઉકળે એટલે મિલ્કમેડ ઉમેરી બરાબર મીકસ કરી શેકેલી કોપરાની છીણ ઉમેરી મિક્સ કરી પાંચ-સાત મિનિટ માટે સાતંળો.

  4. 4

    મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને પેનની સાઈડ છોડી દે તો લડ્ડુ બનાવવા માટે મિશ્રણ તૈયાર છે, ગેસ બંધ કરી ડીશમાં કાઢી સહેજ ઠંડુ થવા દો.

  5. 5

    તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના ગોળ લડ્ડુ બનાવી કોપરાની છીણમાં રગદોળી ઉપર પીસ્તાની કતરણથી સજાવીને પીરસો. તૈયાર છે મેન્ગો કોકોનટ લડ્ડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes