#નોનઇન્ડિયન રેસિપી ચીસ બર્સ્ટ  પીઝા

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#નોનઇન્ડિયન રેસિપી ચીસ બર્સ્ટ  પીઝા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. પીઝા નો લોટ બાંધવા માટે..
  2. 2કપ-મેંદો
  3. સ્વાદ મુજબ મીઠું
  4. યીસ્ટ
  5. હૂંફાળું પાણી
  6. 2 ચમચી- તેલ
  7. 1ચમચી-દળેલી ખાંડ
  8. પિઝા સોસ બનાવવા માટે..
  9. 3નંગ- ટામેટા
  10. 4-5- લસણ ની કળી
  11. 2નંગ- ડુંગળી
  12. તુલસી ના પાન
  13. 1 ચમચી-ખાંડ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. 1ચમચી-ચીલી ફ્લેક્સ
  16. 1ચમચી- ઓરેગાનો
  17. 2ચમચી-સમારેલી કોથમી
  18. 1ચમચી-લાલ મરચું
  19. 2ચમચી-તેલ
  20. પિઝા ગાર્નિશ માટે..
  21. ટામેટા
  22. ડુંગળી
  23. 50 ગ્રામ-પનીર
  24. કેપ્સિકમ
  25. બ્લેક ઓલિવ્સ
  26. જેલપીનો
  27. મિક્સ હેર્બ્સ
  28. 100 ગ્રામજેટલું ચીસ(1 પીઝા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં યીસ્ટ લો.તેમાં 3 ચમચી હૂંફાળું પાણી ઉમેરી થોડી વાર મૂકી રાખો.

  2. 2

    હવે યીસ્ટ ફૂલી જાય પછી તેમાં મેંદો,મીઠું,ખાંડ અને થોડું થોડું કરીને પાણી ઉમેરી ઢીલો લોટ બાંધી લો.અને તેને 5 થી 6 કલાક મૂકી રાખો એટલે એ સરસ ફૂલી જાય.

  3. 3

    હવે પિઝા સોસ બનાવા માટે ટામેટા,ડુંગળી અને લસણ ને એકસાથે થોડું પાણી નાખી કુકર માં 1 કે 2 સીટી વગાડી બાફી લો.

  4. 4

    પછી ટામેટા ની છાલ કાડી લો.અને ત્રણેય ને ઠંડુ કરી મિક્સર માં પીસી લો.

  5. 5

    હવે એક કડાઈ માં તેલ લો.તેમાં આ પીસેલું મિશ્રણ ઉમેરી તેમાં મીઠું,મરચું,ચીલીફલેક્સ,ઓરેગાનો,તુલસી ના પણ (ક્રશ કરેલા)ખાંડ ઉંમેરી મિક્સ કરો. અને ત મિનિટ સુધી ચડવા દો.તો પિઝા સોસ તૈયાર છે.

  6. 6

    હવે પીઝા બનાવા માટે બાંધેલા લોટ માં થી એક રોટલો વણો. પછી તેમાં કાંટા ચમચી થી કાણાં પડી લો.અને તેને તવા પર 1 કે 2 મિનિટ માટે સેકો.

  7. 7

    હવે તેના પર એક બાજુ પિઝા સોસ લગાવો.તેના પર ઉપર જણાવ્યા મુજબ બધા જ શાક સમારેલા,પનીર,મિક્સ હર્બસ,ઓલિવ્સ, જેલેપીનો અને વધારે પ્રમાણ માં ચીસ ઉમરી તેને તવા પાર ધીમી આંચ પાર ચડવા મૂકી દો.

  8. 8

    15 મિનિટ સુધી તેને ચડવા દો...તમે બટર પર તેની નીચે લગાવી શકો છો.તેનાથી રોટલો ક્રિસ્પી થશે.

  9. 9

    તો બસ 15 મિનિટ પછી પિઝા તૈયાર થઈ જશે.ગરમાંગરમ ટમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes