વેજ મીની કેલઝોન્સ વિથ જેલપીનો ચિસી ડીપ

#GujjusKichten
#પ્રેઝન્ટેશન માં આ વખતે હું એક ઈટાલિયન ડીશ બનવું છું.
વેજ મીની કેલઝોન્સ વિથ જેલપીનો ચિસી ડીપ
#GujjusKichten
#પ્રેઝન્ટેશન માં આ વખતે હું એક ઈટાલિયન ડીશ બનવું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ બાંધવા માટે એક બાઉલ માં યીસ્ટ,ખાંડ લઈ તેમાં 2 ચમચી જેટલું હૂંફાળું પાણી ઉમેરો.યીસ્ટ ને બરાબર ઓગળવા દો.
- 2
ત્યારબાદ તેમાં ઉપર જણાવ્યા મુજબ મેંદો,મીઠું,તેલ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતા જઇ એક નરમ લોટ બાંધી લો.અને લોટને છેલ્લે થોડો તેલ વાળો કરી ઢાંકી દઈ 2 થી 3 કલાક માટે મૂકી દો.
- 3
હવે જ્યાં સુધી લોટ સેટ થાય છે ત્યાં સુધો પીઝા સોસ બનાવીએ.તો એની માટે 3 નંગ ટામેટા ને નીચે ની તરફ x આકાર માં કાપી ને 4 થી 5 મિનિટ બાફી લો જેથી તેની ઉપર થી છાલ નીકળી જાય.
- 4
5 મિનિટ સુધી બાફયા પછી થોડા ઠંડા કરી લો.અને પછી તેની છાલ કાડી લઇ અધકચરા સમારીને મિક્સર માં તેની પેસ્ટ બનાવી લો.
- 5
હવે સોસ બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.તેમાં લસણ,ડુંગળી ની પેસ્ટ,ટામેટા ની પેસ્ટ ઉમેરી સાંતળી લો.પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું,તુલસી ના પાન, ટમેટો કેચપ ઉમેરી મિક્સ કરો.
- 6
હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કોથમીર ઉમેરી મિકસ કરો.તો સોસ તૈયાર છે.
- 7
હવે કેલઝોન નું સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈ માં તેલ લો.તેમાં ડુંગળી,કેપ્સિકમ,ગાજર,બાફેલી મકાઈ ઉમેરી મિક્સ કરો પછી તેમાં પિઝા સોસ અને ઓરેગાનો,ચીલીફલેક્સ ઉમેરી 1 થી 2 મિનિટ માટે સાંતળી લો.
- 8
- 9
છેલ્લે ગેસ બંધ કરીને થોડુ ચીઝ તેમાં ખમણી લો.
- 10
હવે 2 કલાક પછી બનાવેલ લોટ માંથી બોલ સાઈઝ નો લુઓ લઇ પુરી વણી લો.(પુરી બઉ જાડી કે બઉ પાતળી ન કરતા મીડિયમ જ વણવી).પછી તેની કિનારી ઓ પર પાણી લગાવી દો જેથી સ્ટફિંગ બહાર ન નીકળે. પછી તેને નીચે ફોટા માં બતાવ્યું છે તે મુજબ કેલજોન નો સેપ આપી કાંટા ચમચી વડે સીલ કરી દો.
- 11
હવે તેને તેલ થી ગ્રીસ કરેલી ટ્રે માં મૂકી દો.
- 12
ઉપર બટર લગાવી દો.અને કુકર માં મીઠું નાખી એક સ્ટેન્ડ મૂકીને પ્રિ હીટ કરેલા કુકર માં ટ્રે મૂકી દો. કુકર ની રિંગ રેવા દઈ સિટી કાડી લો અને 15 મિનિટ તેને બેક કરી લો.બેક થઈ જાય પછી તેના પીસ કરી લો.
- 13
જેલપીનો ડીપ બનાવવા માટે એક વાસણ માં ગરમ પાણી કરવા મુકો અને તેની પર એક બાઉલ મૂકી તેમાં ચીઝ,બટર,દૂધ ઉમેરી બરાબર મિક્ષ કરો.અને તે ઓગળી જાય પછી તેમાં જેલપીનો ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.
- 14
તો આપણા કેલઝોન્સ,જેલપીનો ચિઝી ડીપ તૈયાર છે..તેને સર્વ કરીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
રતાળુ પીઝા રોસ્ટી (Purple Yam Pizza Rosti Recipe In Gujarati)
#GA4#WEEK14#YAMહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા...!!!આશા છે મજામાં હશો તમે બધા....આજે હું અહીંયા રતાળુની fusion રેસિપી લઈને આવું છું...... મોટેભાગે બાળકોને રતાળુ ભાવતો હોતો નથી.... તો અહીંયા એક નાના ટ્વિસ્ટ સાથે રતાળુની રોસ્ટી બનાવી છે. આશા છે તમને બધાને આ રેસિપી ગમશે અને બાળકો માટે બનાવશો. અને શિયાળો હોવાથી ગરમાગરમ રોસ્ટી બધાને ભાવશે. Dhruti Ankur Naik -
રેડ વેલ્વેટ કેક વિથ ચીઝ ફ્રોસ્ટિંગ
#GujjusKichten#પ્રેઝન્ટેશનટીમ ચેલેન્જ માં આ વખતની થીમ માં પ્રેઝન્ટેશન ચેલેન્જ છે જેમાં હું રેડ વેલ્વેટ કેક નું પ્રેઝન્ટેશન કરું છું .. Kalpana Parmar -
વેજ. પિઝ્ઝા(vej pizza in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ આજે હું તમને પિઝ્ઝા ની રેસીપી શેર કરું છું જે બાળકો ને ખુબ જ ભાવતા હોય છે.. Mayuri Unadkat -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
ઇડલીઝા (Idlizza recipe in Gujarati)
#CDY#cookpad_guj#cookpadindia14 નવેમ્બર એ "બાલ દિવસ" તરીકે ઉજવાય છે. આ દિવસ એ ભારત ના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરુ ના જન્મ દિવસ છે અને એટલા માટે આ દિવસ ને બાલ દિવસ તરીકે ઉજવાય છે કારણ કે નેહરુજી ના દિલ માં બાળકો માટે ખાસ જગ્યા હતી, તે બાળકો ને ખૂબ પ્રેમ કરતા હતા. બાળકો એ આપણા જીવન માં ખુશી, હાસ્ય અને આનંદ લાવે છે. બાળકો ની કાલી ઘેલી ભાષા, તેના ભાત ભાત ના નખરાં એ માતા પિતા ના જીવન માં એક અનેરો સંતોષ આપે છે. આપણાં ચેહરા પર કાયમ મુસ્કાન લાવનાર બાળક ના ચહેરા પર મુસ્કાન લાવવનો સરળ રસ્તો એટલે એને ભાવતું ભોજન કરવાનું. સાથે સાથે તેના સ્વાસ્થ્ય નું પણ ખ્યાલ રાખવાનો ને.પિઝા બાળકો ને બહુ પ્રિય હોય છે. આજે મેં મેંદા ના રોટલા ને બદલે ઈડલી પર પિઝા બનાવ્યા છે અને તેને થોડી જુદી રીતે પ્રસ્તુત કર્યા છે. Deepa Rupani -
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
ઈટાલિયન વેજ સેન્ડવીચ
#નોનઈન્ડિયન#આ ઈટાલિયન સેન્ડવીચ માં વ્હાઇટ સોસ બનાવી તેમાં સાતંળેલી શાકભાજી મીકસ કરી સ્ટફિંગ બનાવ્યું છે. Harsha Israni -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
કુરકુરે મેક્સિકન મેજિક બોલ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઆ બોલ્સ મેક્સિકન ફ્લેવરના ચીઝી યમ્મી અને એકદમ ક્રિસ્પી બોલ્સ છે...... Dhruti Ankur Naik -
ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
#EBWeek13 આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે. Bhavna Desai -
-
પીડે મેક્સીકાના
#ફયુઝનહેલો મિત્રો કેમ છો બધા.....!!!!આજે હું એકદમ અલગ જ પ્રકારની ફયુઝન રેસિપી લઈને આવી છું. પીડે એ એક ટર્કી ની વાનગી છે જેને મેં મેક્સિકન ફ્લેવરમાં રેડી કરી છે. પીડે એ બ્રેડનું એક different વર્ઝન છે. મિત્રો તમે જરૂર થી એકવાર આ રેસિપી ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ચીઝી પિઝા પરાઠા (Cheesy Pizza Paratha Recipe In Gujarati)
#GA4 #Week17# ચીઝી પિઝા પરાઠાઆજે હૂ બાળકોને પ્રિય એવા પીઝા પરાઠા બનાવી લાવી છું Rita Solanki -
લઝાનીયા(Lasagna recipe in Gujarati)
#lasagna#ઓગસ્ટ#5th_recipe#cookpad#cookpadindiaઆ dish pizza ને થોડી ઘણી મળતી આવે છે. એકદમ cheesy હોય છે એટલે young generation ની મનપસંદ dish હોય છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
સેઝવન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
# આ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે. બનાવવા માં ઇઝી, સ્પાઈસી અને ડિલિસિયસ છે. Alpa Pandya -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
વેજ. ખીચડી ચીઝ ક્રોકેટ્સ વિથ મેયો સેઝવાન ડીપ (Veg. Khichdi Cheese Croquettes With Mayo Schezwan Dip)
#LO#cookpadindia#cookpadguaratiખીચડી એ એક એવુ ખાણું છે કે મજા ના હોય ત્યારે વધુ જમવા માં કરવા માં આવે છે અને નાના બાળકો ને ખીચળી નું નામ સાંભળતા જ કહે હું નહી ખાવ. આજે મેં અહીં એવી ડીશ બનાવી છે કે નાનાં બાળકો ને તો સુ બધાજ ને ભાવે. જેમાં ખબર પણ ના પડે કે આમાં ખીચડી નો પણ ઉપયોગ કર્યો છે ને બધા વેજિસ નો પણ ઉપાયોગ કરી ને મેં બનાવેલ છે. આ ડીશ માં ભરપૂર ચીઝ જે બાળકો નું મનપસંદ છે અને ફુલ હેલ્થી પણ બંને છે તો આજે મેં ખીચડી માંથી કંઈક અલગ જ ડીશ બનાવી છે જે બધા ને જ ભાવશે જ જેનું નામ પણ એકદમ નવું જ છે એવો જ એનો ટેસ્ટ પણ એકદમ સરસ અને સ્પાઈસી ક્રન્ચી બંને છે. જેને ચટણી, સોસ ગમે તેની સાથે ખાય શકીએ પણ મેં મેયો સેઝવાન ડીપ બનાવ્યું છે.તો તમે પણ આ રેસિપી જરૂર થી બનાવી ને ટ્રાય કરજો બધા ને ભાવશે જ 😊😋 Sweetu Gudhka -
-
-
મીની ઉત્ત્પમ પ્લેટર # નાસ્તો
વેજ ઉત્પમ આપણે ખાઈએ જ છીએ પણ મે અલગ અલગ ઉત્પમ બનાવી છે બનાવવા માં પણ સરળ છે અને ખાવા માં પણ બહુજ સરસ છે બાળકો ને પણ બહુ જ ભાવે એવી છે આમ પણ ચીઝ હોય એટલે ભાવે જ. Pragna Shoumil Shah -
પિઝ્ઝા કપ
#kitchenqueens#પ્રેઝન્ટેશનએકદમ ભૂખ લાગી હોય , અને કંઇક ખાવાનું માં થાય તો ફટાફટ બની જાય છે..એકદમ ટેસ્ટી Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ