કેસર લચ્છા રબડી

Hemakshi Shah
Hemakshi Shah @cook_17793341
અમદાવાદ

#ગુજરાતી
આજે આપણે એક નવી ઇનોવેટિવ વાનગી શીખીશું જે માત્ર પાંચ સામગ્રીથી બનાવી શકાય છે. અને આ પાંચેય સામગ્રી દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો મારા વાલા મિત્રો આજે આપણે #કેસર લચ્છા રબડી શીખીશું. ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાની હાથરસ શહેર રબડી ખુબજ વખાણાય છે. હાથરસ હિંગ અને મીઠાઈ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે રબડી એ કન્ડેન્સ મિલ્ક અથવા બાસુંદી ની બહેન છે. તો આપણે ફટાફટ કેસર લચ્છા રબડી શીખી લઈએ અને ઘરમાં સભ્યોને ખવડાવી ને આનંદ મેળવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક વ્યક્તિ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. ૨૦૦ ગ્રામ ખાંડ
  3. ચારથી પાંચ તાંતણા કેસરના
  4. અડધી ચમચી ઇલાયચી પાઉડર
  5. નાની ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી માં થોડું દૂધ લઈ કેસરના તાંતણાને પલાળો. હવે એક કડાઈમાં ૫૦૦ મિલી દૂધને ધીમા તાપે ઉકાળો. ત્રણથી ચાર ઉભરા આવે એટલે તેના પર મલાઈ જામશે. આ મલાઈ ને કઢાઈ ની ફરતે લગાવી દો. હવે ફરીથી ઉકળતા દૂધ ઉપર મલાઈ તરતી દેખાય એટલે ફરીથી કઢાઈ ની ફરતે લગાવી દો.

  2. 2

    આવી રીતે જ્યારે પણ દૂધ પર મલાઈ તરતી આવે એટલે કઢાઈ ની ફરતે લચ્છા બનાવતા રહો. જ્યાં સુધી કઢાઈમાં રહેલું દૂધ ઘટ્ટ ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી. હવે બાકી રહેલા દૂધમાં ખાંડ નાખી દૂધને બરાબર હલાવવું.

  3. 3

    હવે કેસર પલાળેલું દૂધ કઢાઈમાં ઉમેરીને બરાબર હલાવતા રહો. દૂધ નો કલર પીળા રંગનો થશે. ત્યારબાદ કઢાઈ ની ફરતે બનાવેલા લચ્છા હળવેથી ઉખાડીને કેસરવાળા દૂધમાં મૂકો.

  4. 4

    લચ્છા રબડી માં ઈલાયચીનો પાવડર નાખી ધીમે ધીમેથી હલાવો. એક સર્વિંગ બાઉલમાં લચ્છા રબડી ને લઈને તેની ફરતે બદામની કતરણ થી ગાર્નીશ કરો. ટેસ્ટી અને કેસરથી સુગંધીદાર કેસર લચ્છા રબડી ખાવા માટે તૈયાર છે. આ રબડી ને માલપુવા કે જલેબી સાથે ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemakshi Shah
Hemakshi Shah @cook_17793341
પર
અમદાવાદ

ટિપ્પણીઓ

Similar Recipes