સીતાફળ બાસુંદી કમ રબડી (Sitafal Basundi Recipe In Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

બાસુદી અને રબડી અલગ અલગ પ્રકારની બનતી હોય છે
મને પોતાનેપણ રબડી અને બાસુંદી ખૂબ પ્રિય છેછે પરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કરેલ નથી આ વર્ષે સીતાફળ ની નવી સીઝન આવી ત્યારથી મારા મગજમાં નક્કી કરેલું હતું કે આ વખતે સીતાફળ બાસુંદી તો બનાવી છે
મે અહી સીતાફળ રબડી બનાવી છે પણ તેને બાસુદી પણ કેવી રીતે બનાવી શકાય તેના સ્ટેપ પણ અહીં જણાવીશ
ફર્સ્ટ ટાઈમ સીતાફળ બાસુંદી કમ રબડી બનાવી પણ ખૂબ જ સુંદર બને છે #GA4#Week8#milk

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫-૪૦ મિનીટ
૫ વ્યક્તિ
  1. 1.5લીટર અમુલ ગોલ્ડ દૂધ
  2. 6 નંગસીતાફળ એકદમ પાકેલા
  3. 7-8 ચમચીમોરસ
  4. 1 વાટકીકાજુ બદામ પીસ્તા ની કતરણ કરેલી
  5. ૧ નાની ચમચીકેસરના તાંતણા એમનેમ કઢાઈ માં શેકી લેવા અને બે ચમચી દૂધમાં પલાળી રાખવો જેથી કલર સુંદર આવે છે

રાંધવાની સૂચનાઓ

૩૫-૪૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધ એક કડાઈમાં ગરમ કરવા મૂકો એક ઊભરો આવે એટલે ગેસ ધીમો કરીને ઉકળવા દો જો તમારે બાસુદી બનાવી હોય તો દૂધને અડધુ બળી જાય ત્યાં સુધી ઉકાળી લેવું અને પછી morris કાજુ પિસ્તાની કતરણ અને સીતાફળ નો પલ્પ નાખીને ગેસ બંધ કરી દેવો પરંતુ તમારી રબડીબનાવી હોય તો દૂધને ઉભરો આવે પછી હલાવ્યા વગર ઊકળવા દેવું બે મિનિટ ઊકળે એટલે તેમાં મલાઈ બાઝશે તેને તવેથા ની મદદથી કડાઈ ની ધાર ઉપર લઈ લેવી આ રીતે વારંવાર મલા ઇ બાઝવા દેવી અને તેને કડાઈ ની ધાર ઉપર લીધા કરવી

  2. 2

    આ રીતે કરવાથી દૂધ જલ્દી જાડું થઈ જશે અને લચ્છેદાર રબડી તૈયાર થશે દસથી બાર મિનિટ આ રીતે કરશો એટલે તો 1/2 થઈ જશે પછી આજુબાજુની બધી મલાઈ તબેતી ની મદદથી દૂધમાં મિક્સ કરી લેવી પછીતેમાં મોરસ નાખીઓગળે એટલે કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી કેસરવાળું બે ચમચી દૂધ નાખવું ગેસ બંધ કરી પછી સીતાફળ નો પલ્પ ઉમેરી દેવો

  3. 3

    સીતાફળ નો પલ્પ કરવા માટે પાકા સીતાફળ ને ચમચીની મદદથી છાલ થી અલગ કરી લેવા નીકળેલા બી વાળા પલ્પને બી થી અલગ કરવા માટે મોટી ગરણી ની મદદથી ચમચી વડે મેશ કરીને અલગ કરી લેવા જેથી પલ્પ અલગ થઈ જશે આ રીતે સીતાફળ બાસુંદી કમ રબડી તૈયાર થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes