લીલવા ની કચોરી

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867

તાજી લિલી તુવેર માંથી આ વાનગી બને છે. ગુજરાતી ફરસાણ તરીકે વખણાય છે

લીલવા ની કચોરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

તાજી લિલી તુવેર માંથી આ વાનગી બને છે. ગુજરાતી ફરસાણ તરીકે વખણાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૧૨-૧૫ જણ માટે
  1. લોટ માટે
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૨ કપજાડો ઘઉં નો લોટ
  4. ૨ ૧/૨ ચમચાઘી/તેલ
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૧ કપલિલી તુવેર ના દાણા
  7. પુરણ માટે
  8. ૧/૨ કપલીલા વટાણા
  9. ૧ ચમચોતેલ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૧/૨ ચમચીવાટેલું આદુ
  12. ૧ ચમચોવાટેલા લીલા મરચા
  13. ૧/૪ કપસમારેલું લીલું લસણ
  14. ૧/૪ કપસમારેલી કોથમીર
  15. ૧ ચમચોલીંબુ નો રસ
  16. ૧/૨ ચમચીખાંડ
  17. સ્વાદાનુસારમીઠું
  18. ૧/૪ કપખમણેલું કોપરું
  19. ૮-૯સમારેલા કાજુ
  20. ૧ ચમચોકિસમિસ
  21. ૧ ચમચીતલ
  22. તળવા માટે તેલ
  23. પીરસવા માટે લિલી ચટણી ને ટમેટા સૌસ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    કણેક માટે-બધી સામગ્રી ને ભેળવી લો

  2. 2

    તેલ/ ઘી ઉમેરી ને કકરો લોટ બનશે તેવું હલાવો

  3. 3

    જરૂર મુજબ પાણી ઉમેરી ને લોટ બાંધી ને ૨૦-૨૫ મિનિર માટે ઢાંકી ને મૂકી રાખો

  4. 4

    પુરણ માટે-તુવેર ના દાણા ને વટાણા ને અધકચરું vati લો.

  5. 5

    તેલ ગરમ મૂકી તેમાં હળદર, હિંગ, વાટેલા આદુ મરચા ઉમેરી ને ૩૦ સેકન્ડ માટે સાંતળી.લો

  6. 6

    પછી તેમાં વાટેલું મિશ્રણ ઉમેરી ને રાંધી લો

  7. 7

    મધ્યમ તાપે ઢાંકી ને ૭-૮ મિનિટ માટે રાંધી લો

  8. 8

    ચઢી ગયા બાદ તેમાં કોથમીર, લીલું લસણ, લીંબુ નો રસ, તલ, કાજુ, કિસમિસ, કગમણેલું કોપરું ઉમેરી ને હલાવી ને ભેળવી લો.

  9. 9

    ૩ મિનિટ માટે મધ્યમ તાપે રાંધી લો

  10. 10

    મિશ્રણ ને સૂકું કરી લો. પછી ગેસ બંધ કરવો

  11. 11

    લોટ ની કણેક ને થોડો મસળી ને તેના લુઆ કરી લો. એક એક લુઆ ને લાઇ ને હાથ માં દબાવી દો

  12. 12

    એક લુઓ લાઇ તેની પુરી વણી લો.

  13. 13

    તેમાં ૨-૩ ચમચી પુરણ મૂકી ને પુરી ને વાળી લો. હાથે થી દબાવી ને કચોરી ને બંધ કરી લેવી

  14. 14

    કઢાઈ માં તેલ ગરમ મૂકી મધ્યમ તાએ તેમાં સોનેરી રંગ ના તળી લો. એક સાથે ૩ કચોરી તળી શકો છો

  15. 15

    તળાઈ ગયા બાદ તેને કાગળ ના રૂમાલ પર કાઢી લો

  16. 16

    લિલી ને આંબલી ની ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
પર

ટિપ્પણીઓ

Similar Recipes