ઘટકો

  1. 1વાટકી ઘઉંનો રોટલીનો લોટ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. 4ચમચા મોણ માટે તેલ
  4. 1 નાની ચમચીઅજમો
  5. 1 નાની ચમચીહિંગ
  6. 4/૫ ચમચી ઉપર થી ચોપડવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં મીઠું હીંગ અજમા તથા મોણ નાખી કઠણ લોટ બાંધો

  2. 2

    મીડીયમ જાડી ભાખરી વણી તેના પર ચીપિયા ની મદદથી ડિઝાઇન બનાવો

  3. 3

    એક બાજુ થોડી શેકી ભાખરી ને પલટાવી દો ત્યારબાદ બરાબર શેકાવા દો ભાખરીને માટીની તાવડીમાં શેકવી ભાખરી શેકાઈ જાય પછી તેમાં ખૂબ ઘી નાંખી થોડીવાર રહેવા દે પછી પીરસવી ઘી બધું અંદર ઉતરી જશે અને ક્રિસ્પી થશે

  4. 4

    ઘી ચોપડેલી ભાખરી આ રીતે લાગશે

  5. 5

    બીજી રીતે કહીએ તો ભાખરી વણી તેને અંગુઠા અને આંગળી થી ચપટી લઈને આ રીતે શેપ આપી ભાખરી બનાવી લો

  6. 6

    માટીની તાવડીમાં બરાબર શેકી લો. ત્યારબાદ તેને પણ બે-ત્રણ ચમચી ઘી રેડી થોડીવાર થીજવા દો ક્રિસ્પી થશે

  7. 7

    બંને ભાખરી રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes