હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_17 #Herbs
#cookpadindia # Cookpadgujrati
#પનીર. એટલે કોટેજ ચીઝ અને ચીઝ બધાને જ પસંદ હોય છે. આજે મેં ઘરે જ હબ્સ અને મસાલા ઉમેરીને પનીર બનાવ્યું છે. સાદું પનીર આપણે તો સહેલાઈથી બનાવી શકાય અને મળી પણ જાય. પણ મસાલા પનીર મળતું નથી એટલે આજે પ્રથમ પ્રયત્ન કર્યો. અને સફળતા નજરે પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
  1. 1લીટર દૂધ
  2. 2 ચમચીવિનેગર + 2 ચમચી પાણી
  3. 1 ચમચીચીલી ફ્લેક્સ
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1+1/2 ચમચી મિક્સ હબ્સ
  6. 1/2 ચમચીપાર્સલે
  7. 1/2 ચમચીમીઠું
  8. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ગરમ કરવા મૂકો અને બધા મસાલા તૈયાર કરી લો. એક વાટકીમાં વિનેગર અને પાણી મિક્સ કરી લો. આ રીતે ઉકળો આવશે.

  2. 2

    હવે બધા મસાલા ઉમેરો અને બરાબર હલાવી લો. હવે વાટકીમાંથી વિનેગર ધીરે-ધીરે ઉમેરો અને બરાબર હલાવી લો. આ રીતે પનીર છુટું પડી જાય એટલે ગેસ પરથી ઉતારી લો.

  3. 3

    હવે મસલીન કપડામાં ગાળી લો. હવે કપડું ટા‌ઈટ કરી ઉપર વજન મૂકી દો.બે કલાક સુધી મૂકી રાખો.

  4. 4

    બે કલાક પછી કાપા પાડી ટુકડા કરી લો અને તેને એક એરટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝમા રાખી લો.

  5. 5

    આ પનીરમાથી તમે કંઈ પણ બનાવી શકો અથવા સ્ટર ફ્રાય કરીને પણ લ‌ઈ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes