ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron_3 #week_6 #Ginger
#માઇઇબુક #પોસ્ટ_૧૩
આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો.

ડુંગરની ભાજી ના મુઠીયા (Dungerni Bhajina Muthiya Recipe in Guj)

1 કમેન્ટ કરેલ છે

#goldenapron_3 #week_6 #Ginger
#માઇઇબુક #પોસ્ટ_૧૩
આ ભાજી પ્રથમ તબક્કાનો વરસાદ આવે એટલે ડુંગરાળ પ્રદેશમાં જોવા મળે છે. અને એ ઘણી ગુણકારી છે. સ્વાદમાં થોડી ખટાશ ધરાવતી આ ભાજી ડુંગરની ભાજી તરીકે ઓળખાય છે. મેં અહીં આજે આ ભાજીમાં મલ્ટીગ્રેઈન લોટ અને મસાલા ઉમેરી મુઠીયા વાળી તળી લીધા છે. તમે બાફેલા પણ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 3ઝૂડી ડુંગરની ભાજી
  2. 4 ચમચીઘંઉનો લોટ
  3. 2 ચમચીજુવારનો લોટ
  4. 2 ચમચીરાગી/ નાગલી લોટ
  5. 2 ચમચીચોખાનો લોટ
  6. 2 ચમચીબાજરીનો લોટ
  7. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  8. 1 ચમચીલસણની પેસ્ટ
  9. 1 ચમચીઆદુની પેસ્ટ
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચીખાંડ (નાખવી હોય તો)
  13. ૫-7 ચમચી તેલ મોણ માટે
  14. 1-2 ચમચીદહીં
  15. 1 ચમચીતલ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભાજી ધોઈને સમારી લો.કટકા ઉપર પાથરી કોરી કરી લો. હવે એક બાઉલમાં ભાજી, બધા લોટ અને મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી દો. પાણી 1 થી 2 ચમચી ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધવો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મૂકો. બાંધેલા લોટમાંથી નાની મુઠી જેટલા લુઆ બનાવી મુઠીયા મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો ‌

  3. 3

    તૈયાર છે ડુંગરની ભાજી ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes