પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ1
#શાક/કરીસ
#week1
#માઇઇબુક #પોસ્ટ૨૬
જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું.

પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)

#સુપરશેફ1
#શાક/કરીસ
#week1
#માઇઇબુક #પોસ્ટ૨૬
જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 વ્યક્તિ
  1. 300 ગ્રામસુધારેલી પાપડી
  2. 3નાના બટાકા છાલ ઉતારી લો
  3. 2નાના રીંગણા ટુકડા કરી લો
  4. મસાલા માટે
  5. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  6. 1 ચમચીલસણની પેસ્ટ
  7. 1 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીધાણાજીરૂ
  11. 1 ચમચીતલ
  12. 1/4 ચમચીક્રશડ અજમો
  13. 2 ચમચીશેકેલા શીંગદાણાનો ભૂકો
  14. 2 ચમચીસમારેલી કોથમીર
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીખાંડ નાખવી હોય તો
  17. 3 ચમચીતેલ
  18. ચપટીહિંગ
  19. મીઠું સ્વાદાનુસાર
  20. અન્ય સામગ્રી
  21. 5-7 ચમચીતેલ
  22. 1/4 ચમચીઅજમો
  23. ચપટીહિંગ
  24. 1 ચમચીસમારેલી કોથમીર
  25. 1 ચમચીલીલાં નાળિયેરનું છીણ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડી રીંગણ બટાકાને પાણી ઉમેરી નિતારી લો. હવે મસાલા માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં અજમો, હિંગ નાખી મિક્સ કરેલ મસાલો ઉમેરી બરાબર હલાવો. 2 ચમચી પાણી ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળો.હવે પાણી નિતારેલ પાપડી રીંગણ બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે અડધા થી પોણો કપ જેટલું પાણી ઉમેરી 5 મિનિટ બાદ ઢાંકણું બંધ કરી 2 સીટી વગાડી લો. કૂકર ઠંડું થાય એટલે તેમાં સમારેલી કોથમીર અને નાળિયેરનું છીણ ભભરાવવું.

  4. 4

    ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes