ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

ફરાળી સામા ની ખીચડી(sama ni khichadi recipe in gujarati)

આજે મારા ઘર ના લોકો ને શનિવાર હોવાથી મે તેમના માટે સામા ની ખીચડી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનીટ
૪ વયકિત
  1. ૩/૪ વાટકી સામો
  2. મિડીયમ સાઈઝ નુ બટેકુ
  3. ૩/૪ ચમચી લાલ મરચાંનો પાઉડર
  4. ૩/૪ ચમચી નમક
  5. નાનુ લીલુ મરચુ સમારેલુ
  6. થોડી કોથમરી ગાર્નિસીંગ માટે
  7. ૩/૪ વાટકી છાસ
  8. ચમચા તેલ વઘાર માટે
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. નાનો ટુકડો ખમણેલુ આદુ
  11. ૪-૫ પાન મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સામા ને સાફ કરી, ધોઈ થોડી વાર પલાળી રાખવો.

  2. 2

    ત્યારબાદ બટેટા ને ઝીણું સમારી લેવું. પછી એક તપેલા મા વઘાર માટે તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ નાખી સમારેલા બટેટા ને ધોઈ નાખી દેવું. પછી ઉપર ડીશ ઢાંકી બટેટા ને ચડવા માટે ગેસ ની ધીમી આંચે રાખવું. બટેટુ ચડી જાય પછી તેમાં સામો એડ કરી તૈયાર કરેલા બધા મસાલા એડ કરી જરૂરીયાત મુજબ પાણી નાખી ચડવા દેવું. સામો ચડી જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી સર્વિંગ પ્લેટ મા લઇ કોથમરી થી ગાર્નિસ કરી ગરમા ગરમ સવૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vk Tanna
Vk Tanna @vk_1710
પર

Similar Recipes