મારબલ ખમણ ઢોકળા (Marble Khaman Dhokla Recipe In Gujarati)

Prakruti K Naik
Prakruti K Naik @cook_26553168
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
3 વ્યકિત
  1. ઢૉકળા નાં ખીરું માટે :
  2. 2 વાટકીપલાળેલા ચોખા
  3. 1/2 વાટકી અળદ ની દાળ પલાળેલી
  4. 1/2 વાટકી દહીં
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 2 ચમચીલીલાં મરચાં ની પેસ્ટ
  7. 3 ચમચીપાલક ની પેસ્ટ
  8. 3 ચમચીબીટ ની પેસ્ટ
  9. 1/2 ચમચી હલ્દી
  10. 4 ચમચીતેલ
  11. 1/2 ચમચી ખાવા નૉ સૉડા અથવા ઈનૉ
  12. ચપટીહીંગ
  13. 2 ચમચીતલ
  14. 1/2 ચમચી રાઈ
  15. 2 ચમચીલીલાં ધાણા
  16. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    પહેલાં પલાળેલા ચૉખા અને દાળ ને મીકક્ષી મા વાટી ખીરુ તૈયાર કરી ઉપરથી તેલ, મીઠું,લીલાં મરચાં પેસ્ટ, આદુ ની પેસ્ટ, દહીં,હીંગ અને ખાવા નૉ સૉડા નાંખી હલાવી દેવું પછી ખીરું ને ચાર ભાગમાં વહેંચી દેવું

  2. 2

    હવે 1 ખીરું ના ભાગમાં બીટ ની પેસ્ટ નાખી હલાવો 2 ભાગમાં પાલક ની પેસ્ટ નાખી હલાવો 3 ભાગમાં હલધી નાંખી હલાવો અને 4 ભાગ ઢૉકળા નું સફેદ ખીરું જ રહેવા દેવું

  3. 3

    હવે ગેસ ઉપર ઢૉકળા નું કુકર મૂકી પાણી નાખી તેમાં થાળીમાં તેલ લગાવી કુકરમાં થાળી મૂકીને પહેલાં થૉડુ સફેદ ખીરું પાથરવુ પછી હલધી વાળુ ખીરું પાથરવુ પછી બીટ વાળુ ખીરું પાથરવુ પછી પાલક નું ખીરું પાથરી ઉપરથી 1 સળી વડેચારે તરફ લાઈન કરી કુકર નું ઢાંકણ ઢાંકી દો 10 /15 મીનીટ સુધી થવા દો થઈ જાય એટલે ઉતારી લેવું મનગમતા આકાર મા કાપીને ઉપરથી તેલ નૉ વઘાર કરીને ઉપરથી લીલાં ધાણા નાંખી ભાવતી ચટણી સાથે પીરસવું આ ઢૉકળા સવારે નાસ્તા માટે ગરમગરમ ચા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prakruti K Naik
Prakruti K Naik @cook_26553168
પર

Similar Recipes