મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week8
#Pulao

ચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.

એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.

આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે.

મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)

#GA4
#Week8
#Pulao

ચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.

એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.

આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામબાસમતી ચોખા (20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો)
  2. 100 ગ્રામપનીર
  3. 150 ગ્રામલીલાં વટાણા (પાર બોઈલ કરી લો)
  4. 1/2 કપલીલાં કેપ્સિકમના ટુકડા
  5. 3 ચમચીબટર
  6. 3 ચમચીઘી
  7. ખડા મસાલા
  8. 1તમાલપત્ર
  9. 2બાદિયા
  10. 3આખી ઈલાયચી
  11. 1 ટુકડોતજ
  12. 5-7મરી
  13. 3-4લવિંગ
  14. અન્ય સામગ્રી
  15. 1 ચમચીજીરૂ
  16. 1લીલું મરચું
  17. 1 ચમચીઆદુની પેસ્ટ
  18. 1 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1/2 ચમચીહળદર
  20. 1 ચમચીગરમ મસાલો
  21. સ્વાદાનુસાર મીઠું
  22. 2 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ધોઈ 80% જેટલા રાંધી લો. 2 બટરમા પનીરના ટુકડા સાંતળી લો.

  2. 2

    બાકીની સામગ્રી ભેગી કરી લો. ખલમા ખડા મસાલા અધકચરા ખાંડી લો. એક પેનમાં ઘી અને બટર ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો, તમાલપત્ર,અધકચરો વાટેલો મસાલો, લીલાં મરચાંની કાતરી, આદુની પેસ્ટ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે કેપ્સિકમ અને વટાણા ઉમેરો બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો. હવે અન્ય મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે રાંધેલા ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સમારેલી કોથમીર ઉમેરો બરાબર મિક્સ કરી સર્વીંગ ડીશમા કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes