કીવી મીન્ટ મોઇતો (Kiwi Mint Mojto Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

કીવી ફળ નું સેવન કરવું એ બધા ના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે . દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . દેખાવ માં આ ફળ ખુબજ મસ્ત હોય છે. તે  સૌથી વધારે   પહાડી  ક્ષેત્રો માં જોવા  મળે છે . તેને વધારે તો ઠંડા પ્રદેશ માજ ઉગાડવામાં આવે છે.

કીવીના ફાયદા

🥝 શરદી ઉધરસ ની દૂર રાખે છે
🥝 વજન ઘટાડવા માટે પણ અસરકારક
🥝 પેટમાં થતી બીમારીઓ માટે પણ ફાયદાકારક
🥝 આંખો માટે ફાયદાકારક
🥝 ઘૂંટણના દુખાવામાં આરામ
🥝 ત્વચા માટે પણ ફાયદાકારક છે
🥝 સારી ઊંઘ માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 3કીવીના ટુકડા
  2. 1/4 કપફુદીના ના પાન
  3. 2 ચમચીખાંડ (નાખવી હોય તો)
  4. 8-10બરફના ટુકડા
  5. 1/2 ચમચીસંચળ પાઉડર
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. 1 બોટલસ્પ્રાઈટ 600 મિલી

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીના ના પાન, કીવીના ટુકડા, બરફ, ખાંડ, સંચળ પાઉડર અને લીંબુનો રસ ઉમેરી પેસ્ટ બનાવી લો. તૈયાર થયેલ પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.

  2. 2

    3 થી 4 ચમચી પેસ્ટને સર્વીંગ ગ્લાસ માં ઉમેરી હવે ધીરે ધીરે સ્પ્રાઈટ ઉમેરો.

  3. 3

    ફુદીના ના પાન વડે ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes