વેજ હાન્ડી (Veg Handi Recipe In Gujarati)

કોરોના કાળમાં રોજિંદા આહારમાં શાક રોટલી અને દાળ- ભાત ખાઈ ઘરમાં બધાં જ કંઈક અલગ કે નવી વાનગી બનાવવામાં આવે તો તે પ્રેમથી અને ટેસ્ટ થી ખાઈ છે. આ વાનગી બનાવવામાં ઉપયોગી એવી સામગ્રી પણ આ સમયમાં દરેકના ઘરમાં હોય છે જ.
અને આ સમયમાં બહાર ખાવું કે બહારથી લાવીને ખાવું એના કરતાં ઘરમાં જ સરળતાથી બનાવી શકાય એવી આ પંજાબી વાનગી જે મારા ઘરમા દરેકને ખૂબ પ્રિય છે. તો આજે મેં રેડ ગ્રેવી માં વેજીટેબલ ઉમેરી વેજ હાન્ડી સબ્જી બનાવી સર્વ કરી છે.
તો એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ.
વેજ હાન્ડી (Veg Handi Recipe In Gujarati)
કોરોના કાળમાં રોજિંદા આહારમાં શાક રોટલી અને દાળ- ભાત ખાઈ ઘરમાં બધાં જ કંઈક અલગ કે નવી વાનગી બનાવવામાં આવે તો તે પ્રેમથી અને ટેસ્ટ થી ખાઈ છે. આ વાનગી બનાવવામાં ઉપયોગી એવી સામગ્રી પણ આ સમયમાં દરેકના ઘરમાં હોય છે જ.
અને આ સમયમાં બહાર ખાવું કે બહારથી લાવીને ખાવું એના કરતાં ઘરમાં જ સરળતાથી બનાવી શકાય એવી આ પંજાબી વાનગી જે મારા ઘરમા દરેકને ખૂબ પ્રિય છે. તો આજે મેં રેડ ગ્રેવી માં વેજીટેબલ ઉમેરી વેજ હાન્ડી સબ્જી બનાવી સર્વ કરી છે.
તો એકવાર જરૂરથી ટ્રાય કરી જુઓ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરી બધા ખડા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી સમારેલી ડુંગળી ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો પછી સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગ્રેવી માટેની બાકીની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી થવા દો. વચ્ચે વચ્ચે એક-બે વખત હલાવી લો. હવે ગેસ બંધ કરી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ઉમેરી પેસ્ટ બનાવી લો.
- 2
હવે ગરમ પાણી માં ચપટી હળદર પાઉડર ઉમેરીને કોલી ફ્લાવરને 2 થી 4 મિનિટ સુધી બોઈલ કરી લો. ત્યારબાદ વટાણા ગાજર અને ફણસી પણ 2 થી 4 મિનિટ સુધી બોઈલ કરી લો. હવે એક પેનમાં 1 ચમચી ઘી ઉમેરી કાજુ ફાડા ફ્રાય કરી લો. એજ પેનમાં 2 થી 3 મિનિટ માટે કેપ્સિકમ સાંતળી લો.
- 3
હવે એક પેનમાં ઘી,તેલ અને બટર ઉમેરી એમાં તૈયાર રેડ પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી થવા દો.
- 4
હવે તેમાં વેજીટેબલસ અને પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. 5 થી 7 મિનિટ સુધી થવા દો. હવે સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 5
હવે તેમાં તાજી મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર સબ્જીને હાન્ડીમા કાઢી ઉપર તળેલા કાજુ અને પનીરના ટુકડા ઉમેરીને ગાર્નિશ કરી લો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
મસાલા ભાત કે ખારીભાત એ કચ્છની પ્રખ્યાત વાનગી છે. તે ખૂબ ઝડપથી અને સરળતા થી બની જાય એવી સ્વાદિષ્ટ વાનગી છે. ખારી ભાતમાં આપણે મનગમતા વેજીટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો ઘરમાં કોઈ વેજીટેબલ્સ ના હોય અને માત્ર ડુંગળી બટેકુ હોય તો પણ આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ સ્વાદિષ્ટ વાનગી નું રાજ છે તેમાં રહેલા ખડા મસાલા. ખારી ભાત દહીં, પાપડ કે પાપડી ગાંઠિયા તથા અથાણા સાથે સરસ લાગે છે. આ રેસિપી પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરવી.#CWM2#Hathimasala#WLD#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
વેજ હૈદરાબાદી (Veg Haidrabadi Recipe In Gujarati)
#સાઉથ આ હૈદરાબાદ ની ફેમસ સબ્જી છે.મેં બનાવી છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
#આ બિરયાની મેં કૂકરમાં બનાવી છે. અત્યારે ઘરે જ છું સમય સારો મળે પણ મને નોકરી સાથે ઓછો સમય મળે એટલે હું કૂકરમાં રસોઈ કરવાનું વધારે પસંદ કરું છું. કૂકરમાં ઓછા સમયમાં રસોઈ થઈ જાય એટલે સાચું કહું મને પણ એ જ ફાવી ગયું છે. Urmi Desai -
ઈનસ્ટન્ટ વેજ કોલ્હાપુરી (Instant Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8#Coopadgujrati#CookpadIndiaVeg kolhapuri મેં વેજ કોલ્હાપુરી ને અલગ રીતે બનાવ્યું છે. જે ફટાફટ બની જાય છે અને ઓછા સમયમાં બની જાય છે. અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
સુરતી ગોટાળો (Surti Gotalo Recipe In Gujarati)
સુરતી ગોટાળો એ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વગર જ ઘરમાં જો ચીઝ, પનીર અને ડુંગળી , ટામેટા હાજર હોય તો આટલી સામગ્રી સાથે બનાવી શકાય તેવી અને દરેક વ્યક્તિને પંસદ આવે એવી એકવાર જરૂરથી ટ્રાય કરી શકાય એવી આ વાનગી છે. Urmi Desai -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia બિરયાની એ ચોખામાંથી બનતી વાનગી છે. બિરયાની ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. તવામાં, કડાઈમાં, હાંડીમાં, પ્રેસરકુકરમાં વગેરે સાધનોના ઉપયોગ વડે બિરયાની બનાવી શકાય છે. વેજીટેબલ બિરયાની, ડ્રાયફ્રુટ બિરયાની, પાલક બિરયાની વગેરે જાતની એટલે કે અલગ અલગ ingredients નો ઉપયોગ કરીને પણ વિવિધ બિરયાની બનાવવામાં આવે છે. મે આજે ઇન્સ્ટન્ડ બિરયાની બનાવી છે. આ બિરયાની મેં કડાઈમાં ખૂબ જ ઓછા સમયમાં પરંતુુ ખૂબ સ્વાદિષ્ટ બનાવી છે. જેમાં બાસમતી ચોખા, ગરમ મસાલા, વેજિટેબલ્સ અને કોથમીર ફુદીનાનો ઉપયોગ કર્યો છે. તો ચાલો જોઈએ આ બિરયાની કેવી રીતે બને છે. Asmita Rupani -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
ગ્રીન વેજી. પુલાવ(Green Veggie. Pulao Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે બાળકો લીલા શાકભાજી...કોથમીર એવું ખાતા નથી..અને ચોખા એક એવું ધાન્ય છે કે તેમાં જે શાકભાજી કે મસાલા ઉમેરો એટલે રંગો થી શોભી ઉઠે છે અને આવી કલરફુલ વાનગી બાળકો હોંશે થી ખાય છે...અને હા જે આંખ ને ગમે એ જીભને તો ભાવે જ ને....? Sudha Banjara Vasani -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
અવધિ ગલૌટી કબાબ (Awadhi Galoti Kebab Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati'ગલૌટી'એટલે એવી વસ્તુ કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. ગલૌટી કબાબની ખાસિયત એ છે કે જે મોઢામાં મુકતા જ મેલ્ટ થઈ જાય. એટલા માટે જ આ રેસીપી માં દરેક વસ્તુની પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગે આ લખનૌ નું મેનુ છે. સૌપ્રથમ આ કબાબ લખનૌમાં નવાબ Asad- Ud - Daula ના ઘરે બન્યા હતા. અને તેઓ આ કબાબના આશિક બની ગયા હતા. Neeru Thakkar -
વેજ. હૈદરાબાદી નિઝામ હાંડી (Veg Hyderabadi Nizam Handi Recipe In Gujarati)
આ છે હૈદ્રાબાદ ની ચટપટી વાનગી, જેમાં પંજાબી તડકો પડે છે અને બધા શાકભાજી ના સ્વાદ થી બનતી અ વાનગી ખાવામાં બવ જ સ્વાદિષ્ટ લાગે છે😋 #GA4 Megha Thaker -
લહસૂની પાલક વેજ પુલાવ (Lahsuni Palak Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulao (પુલાવ)#Mycookpadrecipe42 આ વાનગી મિશ્રિત વાનગી કહી શકાય. લહસુની પાલક ની પ્રેરણા ઇન્ટરનેટ પર hebber kitchen માંથી પ્રેરણા લઈ બનાવી અને pulao પુલાવ જાતે જ બનાવ્યો. ખૂબ સરસ બન્યું. પહેલી વાર લહસુની પાલક બનાવી પરંતુ સ્વાદ માં ખુબ સરસ લાગે છે. શિયાળા માં દરેક ભાજી અને શાક સરસ આવતા હોય એટલે મજા આવે. Hemaxi Buch -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)
#મોમમારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે. Urmi Desai -
પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
ઘરે પંજાબી શાક બનાવીએ ત્યારે માર્કેટમાંથી પંજાબી મસાલાનું પેકેટ લાવીને નાખતા હોઈએ છીએ. પરંતુ બહારથી મસાલા લાવ્યા કરતા આપણે ઘરે જ મસાલો જાતે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. માત્ર પંજાબી જ નહીં પરંતુ અન્ય શાકમાં પણ નાખી શકાય છે.જ્યારે પણ શાક બનાવીએ ત્યારે એક બાઉલમાં જોઈતો હોય તેટલો મસાલો નાખવો. હવે તેમાં દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. તમે ઈચ્છો તો દૂધના બદલે મલાઈ પણ નાખી શકો છો. મલાઈ ઉમેરવાથી ટેસ્ટ વધી જાય છે. આ મસાલો આપણે દૂધ અને મલાઈ વગર પણ શાકમાં નાખી શકીએ છીએ. આ મસાલો શાકમાં નાખી ઝડપથી પંજાબી શાક બનાવી શકાય છે. સાત-આઠ વ્યક્તિની સબ્જી થઈ શકે એટલુ પ્રીમિક્સ બન્યું છે.#CWM2#Hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
વેજ બિરયાની (Veg biryani recipe in Gujarati)
#GA4#week16#Biryani બિરયાની એ એક એવી વાનગી છે જે દરેક રાજ્ય માં જુદી જુદી રીતે બનાવતા હોય છે બિરયાની ને અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે વેજ નોનવેજ એમ અલગ અલગ નામ હોય છે તો હુ વેજ બિરયાની ની ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
વેજ જલફ્રેઝી (Veg Jalfrezi Recipe In Gujarati)
#AM3 વેજ જલફ્રેઝી ખૂબ જ સરળતાથી બની જાય તેવી મિક્સ વેજીટેબલ્સની વાનગી છે. આ વાનગી ઓછા સમયમાં ઓછા ગરમ મસાલાનો ઉપયોગ કરીને સરસ બની જાય છે. વેજ જલફ્રેઝી ની જેમ ચીકન જલફ્રેઝી પણ બનાવી શકાય છે. આ વાનગીમાં આપણને મનપસંદ બધા વેજીટેબલ્સ ઉમેરી શકીએ છીએ. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
મીક્સ વેજ છાલ ના અપ્પમ (Mix Veg Peel Appam Recipe In Gujarati)
આ એકદમ unique રેસીપી છે, કારણ કે આ બધા શાકભાજી ની છાલ કાઢીએ એમાં થી બનાવી છે. ક જેમાં ખૂબ જ પોષકદ્રવ્યો રહેલા હોય છે. તો ચાલો આજ આપણે તેનો ઉપયોગ કરી ને ઝડપ થી બને એવી વાનગી બનાવીએ.. Noopur Alok Vaishnav -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ખારી ભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાંનું એક ખારી ભાત છે. જે લગભગ દરેક ઘરોમાં અઠવાડિયામાં એક વાર તો બનતી જ હશે. તેલમાં સૂકા ખડા મસાલા નો વઘાર કરી ડુંગળી અને બટેકાના ઉપયોગથી ખૂબજ ઓછા સમયમાં ખારી ભાત બનાવવામાં આવે છે.તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખારી ભાત સાથે પાપડી ગાંઠિયા અને દહીં સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas
More Recipes
ટિપ્પણીઓ