ચુરમા ના ગોળના લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#MA

લગભગ પારંપરિક બધીજ મિઠાઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી પહેલી ગુરૂ..... મા નો હાથ અડે એટલે કોઈપણ વાનગી પ્રસાદ જ બની જાય🙏🏻

આપણી જનરેશન પછીની જનરેશન કદાચ આપણી પારંપરિક મિઠાઈ નો સ્વાદ ભુલી જ જશે. લાડુ, બિરંજ, લાપસી,પુરણપોળી, જલેબી,દૂધપાક , ખીર, હલવો, સાટા,કે કેટલીય એવી મિઠાઈ કે જેનાથી અજાણ છે.
મિઠાઈ કે ગળ્યાના સ્થાનમાં આજકાલ પેનકેક, કેક કે ચોકલેટે લઈ લીધુ છે.
વાર તહેવારે બનતી મિઠાઈ ક્યાં હવે બને છે. હોળી, દિવાળી ,સાતમ આઠમ કે કાળી ચૌદશ હોય ખાસ પ્રકારના મિષ્ટાન બનતાં ગોળની પૂરી કે ભાખરી , ઘી ગોળ ભાત, લાપસી... શીરો અને હા લાડુ..

મિઠાઈની શરૂઆત એટલે લાડુ.. અલગ અલગ ઋતુ પ્રમાણે ના લાડુ....
ચુરમાના લાડુ કાયમ... વારે તહેવારે બનાવવામાં આવતાં.. બનાવટ પણ કહેવી પડે.. અનુભવી વડવાઓની અમુલ્ય ભેટ જ કહી શકાય.ભરપૂર ઘી માં તળાતા મુઠીયા.. ધીરજ માંગે એવું કામ. ખાસ લાડુ માટે જ દળેલો લોટ... પાછો ચણાનો લોટ... જાયફળ,ઇલાયચી, ગુંદર , ખડી સાકર , દ્રાક્ષ અને ગોળ આ સંયોજનથી બનતી વાનગી.. આમતો મિઠાઈનો રાજા લાડુ....જે પડઘી પાડવામાં આવે.એટલે કે તેની બેઠક તૈયાર કરવામાં આવે...
પાછો ખસખસથી શોભતો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૧૫-૧૬ નંગ
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ (ભાખરીનો)
  2. ૧/૨ કપચણાનો જાડો લોટ
  3. ૩૦૦ ગ્રામ જીણો સમારેલો ગોળ
  4. ૧/૨ વાડકીક્રશ કરેલી ખડી સાકર (અધકચરી ખાંડવી)
  5. ૫૦ ગ્રામ ગુંદર(તળીને ક્રશ કરવો)
  6. ૨-૩ ટેબલ સ્પુન દ્રાક્ષ(તળી લેવી)
  7. ૧/૪ટી સ્પુન જાયફળ પાઉડર
  8. ૧/૪ટી સ્પુન ઈલાયચી પાઉડર
  9. ૫૦૦ ગ્રામ ઘી(તળવા)
  10. ૩-૪ ચમચી ખસખસ
  11. ૫૦ ગ્રામ તેલ (મોણ માટે)
  12. ટેબલ સ્પુન દૂધ (લાડુ વાળવા)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાના લોટમાં ૨-૩ ચમચી ઘી નાખી ૫-૭ મિનિટ શેકી લો. કલર બદલાય એટલે ગેસ બંઘ કરો.

  2. 2

    ચણાનો શેકેલો લોટ, ઘઉંનો જીણો અને જાડો લોટ, ૪-૫ ટેબલ સ્પુન તેલ નાખો. મુઠ્ઠી પડતું તેલનું મોણ નાખો.બરાબર લોટ મસળી લો.થોડું થોડું હૂંફાળું પાણી નાખીને એક એક મુઠીયા વાળો.વધુ પડતું પાણી ન નાખવું. કઠણ મુઠીયા વાળો. આંગળીથી ખાડા પાડી મુઠીયા વાળો.

    એક હાથથી મુઠીયું વાળો ને બીજા હાથના અંગૂઠાથી બરાબર ભાર આપી દબાવો.

  3. 3

    મુઠીયા વાળતી વખતે વધુ પાણીનો ઉપયોગ થશે તો તળાયા બાદ વચ્ચે લોટ લોટ જેવું રહેશે.

  4. 4

    જાડી કઢાઈમાં ઘી ગરમ કરો. ગુંદર તળી લો. ઠંડો પડે એટલે ક્રશ કરો. સાકર નાના ટુકડાં રહે તેમ ક્શ કરો. દ્રાક્ષ તળી લો.મધ્યમ થી ઓછા તાપે બરાબર બ્રાઉન થાય ત્યાં સુધી તળો.તળવામાં ખાસ ધ્યાન રાખો.ઉતાવળ ન કરશો.બરાબર તળાવા જોઈએ.

  5. 5

    તળાયા બાદ એકદમ મુઠીયા ઠંડા પડવા દો. જ્યારે મુઠીયા ભાંગો એ ફરસા લાગવા જોઈએ. અંદરથી પણ શેકાવા જોઈએ.તોડો એટલે અંદરથી તરત જ તુટે એવા હોવા જોઈએ. વચ્ચે લોટ ચોંટેલો ન રહેવો જોઈએ.લોટ ચોંટેલો રહે તો સમજવું મુઠીયામાં પાણી વધુ છે.

  6. 6

    ઘઉં ચાળવાના ચારણાથી ચાળી લો. બાકી રહેલા ને મિક્ષચરમાં ક્રશ કરો.અથવા ખાંડણીમાં ખાંડી લો.

  7. 7

    મુઠીયા તળાયા બાદ ઘી ગાળીને ફરી ગરમ કરો. ગેસ ધીમો રાખો. સમારેલો ગોળ નાખો. ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી ગોળ લાડવાના ચુરમામાં નાખો. જાયફળ પાઉડર, ગુંદર,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર, સાકર નાખી બરાબર લોટમાં મીક્ષ કરો.ગોળ બરાબર ભળી જવો જોઇએ

  8. 8

    લાડુ વાળી જોવો. લાડુ વાળતાં આંગળીમાંથી થોડું ઘી નીતરે ને પડઘી પડતા તૂટે નહિ તો બરાબર ચુરમું છે. લાડુ વાળતી વખતે એકાદ બે ચમચી દૂધ છાંટવાની લાડુ સરસ વાળશે.લાડું વાળી ઉંચેથી થાળીમાં નાખવો.જેથી નીચેના ભાગમાં દબાણને પડઘી પડશે.જો લાડુ તૂટે તો ગરમ ઘી નાખવું.

  9. 9

    થાળીમાં પડઘી પાડ્યાં પછી ખસખસ લગાવવી.લાડુમાં ઘી નીતરતું લાગે તો બીજા દિવસે બરાબર થઈ જશે.ગોળ ખાંડના કે ખાંડના પણ લાડું બની શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Top Search in

Similar Recipes