દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...
આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...

#weekendchef
#lunch
#cookpadindia
#cookpadgujarati

દાલ પકવાન (Dal Pakwan recipe in Gujarati)

સિંધી સમાજ ની એક ખૂબ લોકપ્રિય વાનગી એટલે દાલ પકવાન...જે સવારે નાસ્તા માં અથવા લંચ માં ખવાય છે...
આ રેસિપી મેં @Homechef_Payal ની રેસિપી ફોલો કરી ને બનાવી છે. Thank you Payal for this amazing recipe...

#weekendchef
#lunch
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins.
3 servings
  1. ❇️પકવાન માટે:
  2. 1 વાડકીઘઉં નો લોટ
  3. 1 વાડકીમેંદો
  4. 2 tspસોજી
  5. 1/2 tspઅજમો
  6. તેલ મોણ માટે
  7. પાણી જરૂર મુજબ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. તેલ તળવા માટે
  10. ❇️ દાલ માટે:
  11. 1 વાડકીમગ ની મોગર દાળ
  12. 1/2 વાડકીચણાની દાળ
  13. 1ટામેટું
  14. 2લીલા મરચાં
  15. 1/2 tspહળદર
  16. 1/2 tspલાલ મરચું
  17. 1 tbspઆમચૂર પાવડર
  18. કોથમીર
  19. મીઠું સ્વાદાનુસાર
  20. તેલ
  21. 1/2 tspજીરું
  22. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 mins.
  1. 1

    દાળ ને ધોઈ ને 1 કલાક માટે પલાળી રાખો. પછી એક કૂકર માં દાળ ઉમેરી એમાં મીઠું અને હળદર તથા જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લો.

  2. 2

    એક કઢાઈ માં તેલ માં જીરું ઉમેરી એમાં લીલા મરચાં તથા ટામેટું સાંતળી લો. પછી એમાં સૂકા મસાલા ઉમેરો. બાફેલી દાળ ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરી થોડી વાર કુક કરી લો. દાળ તૈયાર છે.

  3. 3

    પકવાન માટે ઘઉં નો લોટ, મેંદો, સોજી માં મીઠું, અજમો તથા તેલ નું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. મોટા લુઆ કરી પૂરી વણી એમાં ફોક થી કાણા પાડી દો જેથી પૂરી ફૂલે નહિ. પૂરી ને તેલ મા મધ્યમ આંચ પર તળી લો. પકવાન તૈયાર છે.

  4. 4

    સર્વ કરવા માટે એક મોટા બાઉલમાં દાળ કાઢી એમાં ઉપર તેલ અને લાલ મરચા નો વઘાર રેડી એની ઉપર આમલી ની ચટણી અથવા આમચૂર પાવડર નો ઘોલ, કાંદા, સેવ અને કોથમીર ભભરાવી પકવાન સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes