રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ૩ થી ૪ પાણીથી બરાબર ધોઈ હવે દાળને બાફવા માટે કુકર મા અડદની દાળ અને પાણી ઉમેરી કુકર બંધ કરી ધીમા તાપે ૪ સીટી વગાડી લેવી.
- 2
હવે લસણની ચટણી બનાવી તેના માટે લાલ મરચાનો પાઉડર અને લસણની કળી લઈ ખાંણી દસ્તા માં છુંદી ને લસણની ચટણી બનાવી
લેવી હવે છાશ લઈ તેમાં લસણની ચટણી મિક્સ કરી છાશને થોડીવાર બાજુ પર મૂકી દેવી હવે બાફેલી અડદની દાળમાં ઝીણું સમારેલું લીલું લસણ, આદુની પેસ્ટ, મીઠું, હળદર પાઉડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. - 3
લસણની ચટણી વાળી તૈયાર કરેલી છાશ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.હવે થોડું પાણી ઉમેરી ગેસ ની ફ્રેમ
સ્લો રાખી દાળ ઉકળવા મુકવી ને વચ્ચે-વચ્ચે દાળ હલાવતા રહેવું ગેસ ની ફ્રેમ સ્લો કરી ૧૫ થી ૨૦ મિનિટ માટે દાળને ઉકળવા દેવી હવે દાળને બાઉલમાં કાઢી લેવી. - 4
હવે તેમાં સમારેલી કોથમીર અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી લેવું હવે દાળ નો વઘાર કરવા માટે ગેસ પર કઢાઈ મુકી તેમાં તેલ ગરમ કરવા મૂકવું ધીમા તાપે તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, જીરુ, સૂકા લાલ મરચાં, તમાલ પત્ર, લવિંગ, હિંગ, કાશ્મીરી લાલ મરચું પાઉડર અને મીઠા લીમડાના પાન બધું દાળમાં રેડી દેવું પછી તરત જ દાળ ને ઢાંકી દેવી ૨ મિનિટ બાદ ઢાકણ હટાવી લેવી અને બધું બરાબર હલાવી લેવું આ દાળ ગરમા ગરમ સર્વ કરવી.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
-
-
અડદ પાલક ની લસુની દાલ(Urad Spinach Garlic Dal Recipe In Gujarati
#EB#week10#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBWeek10(ગોલ્ડન દાળ)અડદની દાળ ઘણા લોકોને બહુ ભાવતી નથી પરંતુ મેં આજે અડદ દાળ અને ચણા દાળ મિક્સ કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે Kalpana Mavani -
-
-
-
દાળ પૂરી (Dal Poori Recipe In Gujarati)
#supersદાળ પૂરી એ ભાવનગરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. દાળ પૂરી ના રૂપ રંગ ભારતભરમાં લગભગ એક સરખા જોવા મળે છે. વડી ઓછી કિંમતમાં પેટ ભરે એવું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે. Hemaxi Patel -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)