રવા મેંદાની ફરસી પૂરી

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#ff3
#festival special recipe
#Guess The Word

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામરવો
  2. 150 ગ્રામમેંદો
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીજીરા પાઉડર
  5. 150 ગ્રામઘી
  6. સ્વાદ મુજબ મીઠું
  7. જરૂર પ્રમાણે હૂંફાળું પાણી
  8. તળવા માટે તેલ
  9. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    મોટા વાસણમાં લોટ માટેની બધી સામગ્રી ભેગી કરી તેમાં ઘી ગરમ કરી નાખો મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. પછી થોડું થોડું કરીને હૂંફાળું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો.પાંચ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.પછી બરાબર મસળી લો.

  2. 2

    તેના લુવા કરી તેને વેલણ થી જાડી પૂરી વણી લો. પછી તેમાં વચ્ચે વેલણ થી કાણું પાડી લો.જેથી પૂરી ફૂલી નહીં.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી મૂકી પહેલા ધીમો ગેસ રાખવો.પછી ફૂલ ગેસ પર તળી લેવી. સોનેરી રંગ ની થાય એટલે એક પ્લેટમાં કાઢી લો. બધી પૂરી તૈયાર કરવી. ગેસ બંધ કરો.

  4. 4

    હવે તૈયાર છે મસ્ત મજાની સોફ્ટ અને ખૂબ જ સરસ એવી રવા મેંદા ની ફરસી પૂરી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Top Search in

Similar Recipes