ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય.

ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)

ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 વ્યક્તિઓ
  1. 1 કપચોખા
  2. 3/4 કપરવો
  3. 1/2 કપઅડદ ની દાળ
  4. 1/2 કપચણા ની દાળ
  5. 1 કપખાટૂ દહીં
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. મીઠુ સ્વાદમુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. 1/2 ચમચીખાંડ
  10. 1/2 ચમચીખાવાનો સોડા
  11. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  12. 1/4 ચમચીહળદર
  13. વઘાર માટે
  14. 1 ચમચીરાઇ
  15. 1 ચમચીતેલ
  16. 5-7લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ચોખા અને બંન્ને દાળ મીકસી મા કોરા જ પીસી લો.

  2. 2

    હળદર અને મીઠુ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    લોટ મા દહીં, આદુ મરચા ની પેસ્ટ અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો. 20 મીનીટ રેસ્ટ આપો.

  4. 4

    ખાવાનો સોડા ઉમેરી મીકસ કરી ઢોકળીયા મા ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ ઉમેરી લાલ મરચુ પાઉડર છાટી 10 મીનીટ પાકવા દો.

  5. 5

    વઘાર માટે તેલ મુકી રાઇ, લીમડો ઉમેરી તૈયાર થયેલ ઢોકળા પર પાથરી, ગરમાગરમ ઢોકળા પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes