આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#SSR
અમારા ઘરમાં સૌની ફેવરિટ ડીશ આચારી ઈડલી છે...તેલમાં અડદ દાળ, રાઈ, મરચા, હીંગ ,કઢી પત્તા અને બે - ત્રણ ચમચી અથાણાં નો મસાલો ઉમેરી બેબી ઈડલી ને છમકાવી દો એટલે ટકાટક ને ઝટપટ ઈડલી તૈયાર...જ્યારે ઘરમાં હાંડવો, ઢોકળા કે ઈડલી-ઢોસા કંઈ પણ બને એટલે આ👇બેબી ઈડલીબેન તો તૈયાર જ બેઠા હોય...😂😋

આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SSR
અમારા ઘરમાં સૌની ફેવરિટ ડીશ આચારી ઈડલી છે...તેલમાં અડદ દાળ, રાઈ, મરચા, હીંગ ,કઢી પત્તા અને બે - ત્રણ ચમચી અથાણાં નો મસાલો ઉમેરી બેબી ઈડલી ને છમકાવી દો એટલે ટકાટક ને ઝટપટ ઈડલી તૈયાર...જ્યારે ઘરમાં હાંડવો, ઢોકળા કે ઈડલી-ઢોસા કંઈ પણ બને એટલે આ👇બેબી ઈડલીબેન તો તૈયાર જ બેઠા હોય...😂😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 કપઈડલીનું ખીરું
  2. 4 ચમચીતેલ મોણઅને સ્ટેન્ડ ગ્રીસ માટે
  3. 3 ચમચીઈનો અથવા કુકિંગ સોડા
  4. જરૂર મુજબ મીઠું
  5. ટકાટક બનાવવા જોઈશે:-
  6. 3 ટેબલસ્પૂનતેલ વઘાર માટે
  7. 1 ચમચીરાઈ
  8. 2 ચમચીઅડદની દાળ
  9. 2 ટેબલસ્પૂનઅથાણાં નો મસાલો
  10. 1 ચમચીહીંગ
  11. 2મીઠા લીમડાની તીરખી
  12. 2 નંગલીલા મરચાના ટુકડા
  13. 2 ચમચીપાણી પુરીનો મસાલો
  14. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર સ્ટીમર માં પાણી ભરી ગરમ કરવા મુકો...ઈડલી ના ખીરાના ત્રણ ભાગ કરો..બેબી ઈડલી ના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી પ્રી હિટ કરવા મુકો...ખીરાના એક ભાગમાં એક ચમચી તેલ અને કુકિંગ સોડા ઉમેરી ફેંટી ને ઈડલી સ્ટેન્ડ માં એક એક ચમચી ઉમેરી બેબી ઈડલી ઉતારી લો. આ રીતે બધી જ ઈડલી બનાવી ને તૈયાર કરો.

  2. 2

    હવે એક કડાઈમાં ઈડલી ને ટકાટક બનાવવા વઘારનું તેલ મૂકી રાઈ, અડદની દાળ સંતળાય એટલે હીંગ અને એક ચમચી આચાર મસાલો...લીલા મરચાના ટુકડા અને મીઠા લીમડા ના પાન ઉમેરી ઈડલી ઉમેરી દો...તાવેથા થઈ મિક્સ કરો...પાણીપુરીનો મસાલો અને લીંબુનો રસ ઉમેરી ચલાવો..છેલ્લે બાકીનો અથાણાં નો મસાલો ઉમેરી ગેસ બંધ કરો..બધું મિક્સ કરી લો.

  3. 3

    હવે ટકાટક ઈડલી તૈયાર છે..પ્લેટમાં સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes