ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

આપણી ગુજરાતી દાળ સામે તો ભલભલી વિદેશી વાનગીઓ પણ ફીકી લાગે.

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

આપણી ગુજરાતી દાળ સામે તો ભલભલી વિદેશી વાનગીઓ પણ ફીકી લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧/૨ કપતુવેરની દાળ
  2. ૧/૨ ચમચીમેથી દાણા
  3. ટામેટુ
  4. નાનો ટુકડો આદુ
  5. લીલુ મરચુ
  6. થોડાલીમડીના પાન
  7. ટકડો તજ
  8. ૩ નંગલવિંગ
  9. વઘારનુ મરચુ
  10. ૧/૨ ચમચીલાલ મરચુ
  11. ૧/૪ ચમચીહળદર
  12. ૧/૨ચમચી ધાણાજીરુ
  13. ૧/૨ ચમચીમેથીનો મસાલો(અથાણા સંભાર)
  14. ૧ ટુકડોગોળ
  15. ૧/૨લીંબુ
  16. ૧/૨ ચમચીમીઠું
  17. ૧ ચમચીઘી
  18. ૧ ચમચીતેલ
  19. ૧/૨ ચમચીરઇ
  20. ૧/૨ ચમચીજીરુ
  21. ચપટીજેટલી હિંગ
  22. થોડાધાણા- ગાનીઁશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    તુવેરની દાળને ધોઇને થોડીવાર પલાળી રાખો. પછી તેમા મેથીની દાણા નાંખીને કૂકરમા બાફી લો. ટામેટુ છીણી લો. તેમા મરચુ, હળદર, ધાણાજીરુ, મેથીનો મસાલો, લીમડો, છીણેલુ આદુ,વઘાર નું મરચુ, લાંબુ સમારેલુ લીલુ મરચુ,તજ, લવિંગ, જીરુ નાંખો.આ બધુ ચમચી થી મીક્સ કરીને પેસ્ટ જેવુ રેડી કરો.

  2. 2

    હવે બાફેલી દાળ વલોવીને એકરસ કરો. તેને તપેલીમાં કાઢીને તેમાં મીઠું, લીંબુનો રસ અને ગોળ મીકસ કરીને ઉકાળવા મુકો. બીજી બાજુ નાના લોઢીયામાં તેલ અને ઘીનો વઘાર મુકીને રઇ નાંખો.રાઇ તતડે એટલે હિંગ નાંખીને તૈયાર કરેલી પેસ્ટ તેમાં નાંખી દો. ચમચી થી હલાવીને ૧/૪ કપ જેટલુ પાણી નાંખો.ઉકળવા દો.

  3. 3

    તેલ,ઘી છુટુ પડે એટલે તેને ઉકળી રહેલી દાળ માં મીક્સ કરી દો. હવે બરાબર ઉકળવા દો. ઉકળી જાય એટલે ધાણાથી ગાનીઁશ કરીને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes