લચ્છા પરાઠા

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સમાં સબ્જી સાથે આપણે બટર રોટી, તવા રોટી, નાન કે પરાઠા ઓર્ડર કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટનું ફૂડ આમપણ ઘરનાં કરતા હેવી હોય છે એટલે મારા ઘરમાં બધા સબ્જી સાથે ઘઉંના લોટનાં લચ્છા પરાઠા ખાવાનું પસંદ કરે છે. બટર રોટી તથા નાન મેંદાની બનેલી હોય છે જેના કારણે જો રાત્રે જમવા જઈએ તો તે પચવામાં ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટનાં લચ્છા પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨ ચમચી તેલ (મોણ માટે)
  3. સ્વાદાનુસાર મીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. ૧ ચમચી ચાટ મસાલો
  6. જરૂર મુજબ ઘઉંનો લોટ (અટામણ માટે)
  7. જરૂર મુજબ તેલ (શેકવા માટે)

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનાં લોટને ચાળીને તેમાં તેલનું મોણ, મીઠું ઉમેરીને મોઈ લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી જેવી ઢીલો લોટ બાંધીને તૈયાર કરો. તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ પલાળવા દો રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ લોટને કેળવીને તેના મોટી સાઇઝના લુઆ બનાવો. અટામણ લઈને જાડા પરાઠા વણો.

  3. 3

    તેની પર થોડું તેલ ચોપડી તથા અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો ભભરાવી રોલ કરી લુઓ તૈયાર કરો.

  4. 4

    તેને ફરીથી અટામણમાં કોટ કરીને ગોળ પરાઠા વણો.

  5. 5

    તવા પર શેકવા માટે થોડું તેલ મૂકીને તવો ગરમ થાય પછી બંને બાજુ તથા કિનારી પર થોડું તેલ મૂકીને બદામી ટપકી પડે તેમ પરાઠા શેકો.

  6. 6

    તૈયાર પરાઠાને સબ્જી સાથે સર્વ કરો. તો તૈયાર છે લચ્છા પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes